79 વાર તાળીઓનો ગડગડાટ, 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી

PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી.

79 વાર તાળીઓનો ગડગડાટ, 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં જોરદાર સ્વાગત થયું. પીએમ મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ ભાગ લીધો. પીએમ મોદીના ભાષણ દરમિયાન સતત તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી. ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા. એટલું જ નહીં પીએમ મોદીા ભાષણનું ઊભા થઈને સ્વાગત પણ કર્યું. લગભગ એક કલાકના સંબોધનમાં સાંસદો ઉત્સુકતાથી સાંભળતા જોવા મળ્યા. 

15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન
પીએમ મોદીના સંબોધન દરમિયાન ત્યાં હાજર સેનેટરોએ 79 વાર તાળીઓ પાડી અને 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પીએમ મોદીના સંબોધનથી સંસદમાં હાજર સભ્યો ખુબ પ્રભાવિત થયા હતા. પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તેમનું ભાષણ પૂરું થયા બાદ સાંસદો વચ્ચે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા માટે હોડ મચી હતી. પીએ મોદીએ જ્યારે પોતાનું ભાષણ પૂરું કર્યું તો સાંસદો અને ભારતીય સમુદાયના લોકોએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું. તેઓ  તેમનો ઓટોગ્રાફ લેવા માટે અને તેમની સાથે સેલ્ફી  લેવા પડાપડી  કરવા લાગ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે વાત કરી અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા. 

— ANI (@ANI) June 22, 2023

પીએમ મોદીએ સંબોધન દરમિયાન ભારતીય મૂળના અમેરિકી સમુદાયને પણ સ્પર્શ કર્યો. તેમણે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે અહીં લાખો લોકો એવા છે જેમના મૂળીયા ભારતમાં છે. આપણી વચ્ચે ભારતીય મૂળના અનેક અમેરિકન બેઠા છે. તેમાંથી એક મારી પાછળ ઊભા છે જેમણે ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીની આ વાતથી સદનાં લોકો હસવા લાગ્યા અને તાળીઓ પડી. તેમણે કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે સમોસા કોક્સ હવે સદનનો સ્વાદ બની ગયો છે. મને આશા છે કે જલદી વિવિધ ભારતીય વ્યંજનો અહીં પણ જોવા મળશે. 

— ANI (@ANI) June 22, 2023

અત્રે જણાવવાનું કે યુએસમાં ભારતીય મૂળના અમેરિકી રાજનેતાઓને અનૌપચારિક રીતે સમોસા કોક્સ (Samosa Caucus) કહેવામાં આવે છે. જે કાં તો પ્રતિનિધિ સભા કે સેનેટનો ભાગ છે. આ શબ્દ અમેરિકી કોંગ્રેસમાં 'દેસી' સાંસદોની વધતી સંખ્યાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના અમેરિકી નેતા અને હાઉસ  ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ ગઢ્યો છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં લગભગ ચાલીસ લાખ ભારતીય મૂળના લોકો રહે છે જેમાંથી 15 લાખથી વધુ અમેરિકી વોટર છે. આવામાં આ સંખ્યા કોઈ પણ પાર્ટીને ચૂંટણી જીતાવી કે હરાવી શકે છે. 

PM Modi is now meeting them in the House of Representatives. pic.twitter.com/avMa4MmQkU

— ANI (@ANI) June 22, 2023

મોદી મોદીના નારાથી ગૂંજી સંસદ
અનેક અવસરો પર સાંસદોએ ઊભા થઈને પીએમ મોદીના સંબોધનને બીરદાવ્યું. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આફ્રીકી સંઘને જી20ની પૂર્ણ સદસ્યતા આપવી જોઈએ તેના પર સાંસદોએ ઊભા થઈને સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે વિચાર, દેખભાળ અને કન્સર્ન સમયની માંગણી છે. ગ્લોબલ સાઉથને અવાજ આપવો જ આગળ વધવાનો રસ્તો છે. આથી મારો દ્રઢ વિશ્વાસ છે કે આફ્રિકી સંઘને જી20ની પૂર્ણ સદસ્યતા મળવી જોઈએ. 

— ANI (@ANI) June 22, 2023

મહિલા સાંસદોમાં પણ ઉત્સાહ
પ્રધાનમંત્રી જ્યારે સંસદ પહોંચ્યા તો મોદી મોદીના નારા ગૂંજવા લાગ્યા હતા. ખાસ કરીને મહિલા સાંસદોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. નારાની ગૂંજ વચ્ચે સ્પીકર કેવિન મેકાર્થીએ પીએમ મોદીને સંસદને સંબોધિત કરવા માટે આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્કારથી કરી. તેમણે  કહ્યું કે અમેરિકી સંસદને સંબોધન કરવું એ સન્માનની વાત છે. સંસદના સભ્યોનો ઉત્સાહ જોતા જ બની રહ્યો છે. પીએમએ પણ ટ્વીટ કરીને કહ્યું કે જો બાઈડન સાથે આજની વાતચીત વ્યાપક અને સાર્થક રહી. ભારત વિભિન્ન ક્ષેત્રોમાં સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news