નવી દિલ્હીઃ PhonePe થી મોબાઇલ પર ફી લગાવવામાં આવે છે. તેને લઈને કંપનીએ ખુદ જાણકારી શેર કરી છે. પરંતુ 50 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી નથી લાગતી, જ્યારે 50 રૂપિયાથી વધુ પર ફી લાગવાનું શરૂ થઈ જાય છે. તેથી અમે એક એવી રીત જણાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે આ ફીસ બચાવી શકો છો. તો 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 1 રૂપિયા સુધી ફીસ લાગે છે. જ્યારે 100 રૂપિયાની ઉપર 2 રૂપિયા ફીસ લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે બચાવી શકો છો પૈસા?
હવે તમે વિચારી રહ્યાં છો કે તેનાથી બચવાની શું રીત છે? તો અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે તેને બચાવી શકો છો. હકીકતમાં બિલ પેમેન્ટ હોય કે રિચાર્જ, તમારે કંપનીની સત્તાવાર એપ કે સાઇટનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારી પાસે જિયોનું કનેક્શન છે તો તમે આ એપથી રિચાર્જ કરાવશો તો કોઈ ફીસ નહીં લાગે.


આ પણ વાંચોઃ મોબાઇલ યૂઝર્સની મોજ, 395 દિવસની વેલિડિટી, દરરોજ 3GB ડેટા ફ્રી, આ કંપનીની જોરદાર ઓફર


એરટેલ યૂઝર્સ પણ કંપનીની એપને યૂઝ કરી શકે છે. જો તમે અહીંથી રિચાર્જ કરાવશો તો કોઈ એક્સ્ટ્રા ફી લાગશે નહીં. જો તમે આ એપ્સનો ઉપયોગ કરતા નથી તો Amazon Pay નો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી રિચાર્જ કરાવવા પર કોઈ એક્સ્ટ્રા ફી લાગશે નહીં. ઘણા લોકો આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યાં છે.


Cred App-
Cred ની મદદથી તમે કોઈ રિચાર્જ અને બિલ પેમેન્ટ કરી શકો છો. આમ કરવા પર પણ તમારે  કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડશે નહીં. સાથે આ એપ ફાસ્ટ રિચાર્જનો ઓપ્શન આપે છે. ક્રેડનો યૂઝ તમે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવા માટે પણ કરી શકો છો. જ્યારે PhonePe અને Paytm ખુબ લોકપ્રિય થયા બાદ પણ ફી લગાવી રહ્યાં છે, જેનાથી યૂઝર્સને ખુબ પરેશાની થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube