મોબાઇલ યૂઝર્સની મોજ, 395 દિવસની વેલિડિટી, દરરોજ 3GB ડેટા ફ્રી, આ કંપનીની જોરદાર ઓફર

બીએસએનએલન પોતાના 2999 રૂપિયાવાળા પ્લાનમાં 30 દિવસની વધુ વેલિડિટી આપી રહ્યું છે. કંપનીના પ્લાનમાં દરરોજ ઈન્ટરનેટ યૂઝ કરવા માટે ત્રણ જીબી ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસનો પણ લાભ મળશે. 
 

મોબાઇલ યૂઝર્સની મોજ, 395 દિવસની વેલિડિટી, દરરોજ 3GB ડેટા ફ્રી, આ કંપનીની જોરદાર ઓફર

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ યૂઝર્સને આકર્ષવા માટે અલગ-અલગ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન્સને એક્સ્ટ્રા બેનિફિટ દ્વારા વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યાં છે. BSNL નો 2999 રૂપિયાવાળો પ્લાન તેમાંથી એક છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં કંપની 30 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી ઓફર કરી રહી છે. એટલે કે આ પ્લાન કુલ 395 દિવસ ચાલે છે. પ્લાનમાં ઈન્ટરનેટ યૂઝ કરવા માટે તમને દરરોજ 3જીબી ડેટા મળશે. 

ડેટા લિમિટ ખતમ થયા બાદ પ્લાનમાં ઓફર થનાર ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 40Kbps થઈ જશે. આ પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ આપી રહી છે. બીએસએનએલના આ ધમાકેદાર ઓપરનો ફાયગો તમે 1 માર્ચ 2024 સુધી ઉઠાવી શકો છો. ધ્યાનમાં રહે કે આ બેનિફિટ માટે તમારે આ પ્લાન BSNL Self Care એપથી સબ્સક્રાઇબ કરવો પડશે. 

જિયોના આ પ્લાનથી વધુ વેલિડિટી
રિલાયન્સ જિયો પણ પોતાના 2999 રૂપિયાવાળા પ્લાનમાં વધુ વેલિડિટી આપી રહ્યું છે. કંપનીનો આ પ્લાન 365 દિવસની સાથે આવે છે. તેમાં  તમને 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી મળશે. પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2.5જીબી ડેટા આપી રહી છે. એલિઝિબલ યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટાનો લાભ મળશે. જિયોના આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 ફ્રી એસએમેસ સાથે આવે છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં જિયો ટીવી અને જિયો સિનેમાની સાથે જિયો ક્લાઉડ સામેલ છે. 

વોડાફોન-આઈડિયા અને એરટેલનો 2999 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન કોઈ ડેટા લિમિટ વગર આવે છે. આ પ્લાનમાં ઈન્ટરનેટ યૂઝ કરવા માટે કુલ 850 જીબી ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. વોડાના આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ મળે છે. બીજીતરફ એરટેલની વાત કરીએ તો આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ડેટા સાથે 365 દિવસની વેલિડિટી મળશે. એરટેલના પ્લાનમાં તમને અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news