નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ યૂઝર્સને આકર્ષવા માટે નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. કંપનીઓનો પ્રયાસ છે કે તે ઓછા ભાવમાં યૂઝર્સને બેસ્ટ બેનિફિટ પ્લાન ઓફર કરે. જો તમે પણ ખુબ સસ્તો પ્લાન શોધી રહ્યાં હોવ તો અમે તમને અહીં રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા (Vi) ના 100 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. આ પ્લાનમાં તમને ડેટાની સાથે ફ્રી કોલિંગ પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જીયોનો 98 રૂપિયાનો પ્લાન
જીયોનો આ લેટેસ્ટ પ્લાન યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ પ્લાનમાં કંપની દરરોજ 1.5 જીબી ડેટા પ્રમાણે ટોટલ 21 જીબી ડેટા ઓફર કરી રહી છે. 14 દિવસની વેલિડિટી સાથે આ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટની વાત કરીએ તો તેમાં સબ્સક્રાઇબર્સને જીયો ટીવી અને જીયો સિનેમા સહિત ઘણી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ Battlegrounds Mobile India launch: ભારતના યુવા પબજી મોબાઇલ લવર્સ માટે ખરાબ સમાચાર, જાણો વિગત 


એરટેલનો 19 રૂપિયાનો પ્લાન
આ એરટેલનો સૌથી સસ્તો પ્લાન છે જે ડેટા અને ફ્રી કોલિંગની સાથે આવે છે. 2 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં કંપની 200MB ડેટા ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે એરટેલના આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં કંપની કોઈ એડિશનલ બેનિફિટ આપી રહી નથી. 


વોડાફોન-આઈડિયાનો 99 રૂપિયા અને 19 રૂપિયાનો પ્લાન
Vi નો 99 રૂપિયાનો પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 1 જીબી ડેટા ઓફર કરી રહી છે. તેમાં પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. વાત જો કંપનીના 19 રૂપિયાવાળા પ્લાનની કરવામાં આવે તો તેમાં પણ એરટેલની જેમ 200 એમબી ડેટા, બે દિવસની વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube