JioFiber Recharge Plan: Jio પ્રીપેડ અને પોસ્ટપેડ સાથે ફાયબર સર્વિસ પણ ઓફર કરે છે. એટલે કે JioFiber. પ્રીપેડ રિચાર્જ પોર્ટફોલિયોની જેમ જિયો ફાયબરમાં પણ ઘણા રિચાર્જ ઓપ્શન મળે છે. બ્રાન્ડ યુઝર્સને મંથલી પ્લાન ઓફ કરે છે. તેનો બેઝિક પ્લાન 30Mbps ની સ્પીડ સાથે મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાં યુઝર્સને 6 મહિના અને 12 મહિનાની બિલિંગ સાયકલનું ઓપ્શન મળે છે. આવો જાણીએ જિયો ફાયબરના સૌથી સસ્તા પ્લાનમાં તમને શું-શું મળશે.


આ છે બેઝિક પ્લાન
જિયો ફાયબરનો સૌથી સસ્તો પ્લાન 399 રૂપિયામાં મળે છે. તેમાં GST સામેલ નથી. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા મળશે. પ્લાન એક મહિનાના બિલિંગ સાયકલ સાથે આવે છે.


પ્રિયંકાના સોના હોમની ઉડી મજાક, પ્રોડક્ટના ભાવ જોઈ લોકોએ પકડ્યા માથાના વાળ


જેમાં યુઝર્સને 30Mbps ની અપલોડ અને 30Mbps ડાઉનલોડ સ્પીડ મળે છે. આ કંપનીનો બેઝિક પ્લાન છે. પરંતુ આનાથી ઉપર તમને ઘણા ફાયદાવાળા પ્લાન મળે છે.


499 રૂપિયાનો Jio Fiber પ્લાન
અમે વાત કરી રહ્યા છીએ Jio Fiber ના 499 રૂપિયાના પ્લાનની. આ પ્લાન પર પણ તમારે જીએસટી આપવો પડશે. આ પ્લાનમાં પણ તમને 30 Mbps ની સ્પીડ સાથે અનલિમિડેટ ડેટા મળે છે. પ્લાન ફ્રી વોઇસ કોલિંગની સુવિધા સાથે આવે છે. યુઝર્સને 400 થી વધારે ટીવી ચેનલના એક્સેસ મળશે.


બજેટમાં ફિટ, પરિવાર માટે હિટ; આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર


કંપની આ સાથે ઘણા પ્લેટફોર્મ્સના સબ્સક્રિપ્શન પણ આપે છે. જિયો ફાયબર પ્લાનની સાથે યુઝર્સને Universal +, ALT Balaji, Eros Now, Lionsgate Play, Jio Cinema, Shemaroo Me અને જિયો સાવનનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. એટલે કે યુઝર્સને 100 રૂપિયા વધારે આપી 6 OTT પ્લેટફોર્મના એક્સેસ મળે છે.


599 રૂપિયામાં શું શું મળે છે?
30Mbps ની સ્પીડનો ત્રીજો પ્લાન 599 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને 200 રૂપિયા વધારે આપી 14 OTT પ્લેટફોર્મ્સના એક્સેસ મળે છે. યુઝર્સને 550 થી વધારે ટીવી ચેનલ્સ ઓન ડિમાન્ડ પર મળે છે. પ્લાનમાં યુઝર્સને Disney+ Hotstar, Sony Liv, ZEE5 સહિત ઘણા OTT પ્લેટફોર્મ્સનું સબ્સક્રિપ્શન મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube