Cheapest 7 Seater Cars: બજેટમાં ફિટ, પરિવાર માટે હિટ; આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર
Cheap 7-Seater Cars In India: પાંચ સીટર કારની સરખામણીએ મોટાભાગે 7 સીટર કાર મોંઘી હોય છે, જો કે, એવામાં જો તમે કોઈ સસ્તી 7 સીટર કાર ખરીદવા માંગો છો. તો આજે અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યા છીએ.
Trending Photos
7-Seater Cars Under 6 Lakh Rupees: મોટા પરિવાર માટે એવી કારની જરૂર પડે છે, જેમાં સીટિંગ કેપેસિટી વધારે હોય. સામાન્ય રીતે 5 સીટર કાર વધારે વેચાય છે, પરંતુ જો તમારો પરિવાર મોટો છે અને એક જ કારમાં મુસાફરી કરવા ઇચ્છો છો. તો આ માટે તમારે 7 સીટર કાર ખરીદવાની જરૂર પડે છે. પરંતુ તે વિચારવાની વાત છે કે 5 સીટર કારની સરખામણીએ મોટાભાગે 7 સીટર કાર મોંઘી હોય છે. જો કે, એવામાં જો તમે કોઈ સસ્તી 7 સીટર કાર ખરીદવા માંગો છો. તો આજે અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યા છીએ.
ડેટસન ગો+
ડેટસન ગો+ ની કિંમત 4.26 લાખથી શરૂ થાય છે અને મોડલના આધારે લગભગ 7 લાખ સુધીમાં મળે છે. આ 7 વેરિયન્ટમાં આવે છે. આ 7 સીટર કાર છે. તેમાં 1198 cc નું પેટ્રોલ એન્જિન મળે છે. કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક (સીવીટી) બંને ટ્રાન્સમિશન ઓપ્શન મળે છે. જો માઈલેજની વાત કરીએ તો આ કાર 18.57 થી 19.02 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપી શકે છે.
રેનો ટ્રાઈબર
રેનો ટ્રાઈબરની શરૂઆતી કિંમત 5.88 લાખ રૂપિયા છે અને મોડલના આધારે 8.44 લાખ સુધી મળે છે. રેનો ટ્રાઈબર કુલ 10 વેરિયન્ટમાં આવે છે. આ તમામ 7 સીટર કાર છે અને પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેમાં 999 cc નું એન્જિન છે, જે 18.29 થી 19 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપે છે. કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક (એએમટી) બંને ટ્રાન્સમિશન ઓપ્શન મળે છે.
મારુતિ સુઝુકી ઇકો
મારુતિ સુઝુકી ઇકોની શરૂઆતી કિંમત 4.63 લાખ રૂપિયા છે અને મોડલ પ્રમાણે આ કિંમત 7.63 લાખ સુધી પહોંચે છે. આ કુલ 5 વેરિયન્ટમાં આવે છે. તેમાં 5 સીટર અને 7 સીટર બંને ઓપ્શન મળે છે. તેમાં 1196 cc નું પેટ્રોલ એન્જિન છે. તેનું સીએનજી વર્ઝન પણ મળે છે. તેમાં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. આ કાર 16.11 થી 20.88 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે