નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોના (Reliance Jio) ગ્રાહકો માટે સારા સમાચાર છે. Reliance Jio રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળી પ્રતિ મહિને 300 મિનિટ ફ્રી ટોકટાઇમ આપવાનું કામ કરી રહ્યું છે. આ સ્કીમનો ફાયદો કંપનીના JioPhone યૂઝર્સને મળશે, જે આ મહામારીને કારણે રિચાર્જ કરાવવામાં સક્ષમ નથી. આ સુવિધાના માધ્યમથી યૂઝર્સ દરરોજ 10 મિનિટ સુધી કોઈપણ નેટવર્ક પર વાત કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જીયોએ પીટીઆઈને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, તે આ પ્રકારની પ્રથમ કંપની હશે, જેણે પોતાના યૂઝર્સ માટે ફ્રી ટોકટાઇમની જાહેરાત કરી છે. જીયોનું કહેવું છે કે કોરોના સંક્રમણને કારણે દેશના લગભગ બધા રાજ્યોમાં લૉકડાઉન લાગેલું છે. તેના કારણે યૂઝર્સને રિચાર્જ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. 


આ પણ વાંચોઃ Mobile યુઝર્સ માટે ખુશખબર, હવે ટેરિફ પ્લાનની વેલિડિટી વધશે, જાણો શું રમત રમે છે ટેલિકોમ કંપનીઓ


કંપનીએ કહ્યું કે, ફ્રી ટોકટાઇમ સિવાય દરેક  JioPhone પ્લાન રિચાર્જ કરવા પર  JioPhone યૂઝર્સને તે વેલ્યૂનો વધારાનો રિચાર્જ પ્લાન ફ્રીમાં મળશે. આ રિચાર્જમાં તમને ડબલ બેનિફિટ પ્રાપ્ત થશે. પરંતુ કંપનીએ કહ્યું કે, આ ઓફર વાર્ષિક કે  JioPhoneબંડલ્ડપ્લાન પર લાગૂ નથી. આ પ્લાનની સુવિધા તે લોકોને નહીં મળે જેના નંબર પર એકથી વધુ સુવિધાવાળો કોઈ એક્ટિવ પ્લાન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube