Mobile યુઝર્સ માટે ખુશખબર, હવે ટેરિફ પ્લાનની વેલિડિટી વધશે, જાણો શું રમત રમે છે ટેલિકોમ કંપનીઓ
જો તમે એક મોબાઈલ યુઝર છો, તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. હવે તમારે 12ના બદલે 13 મહિનાનો નહીં લેવો પડે ટેરિફ પ્લાન.
- ગ્રાહકો સાથે કઈ રીતે રમાઈ રહી છે રમત?
- 30 ના બદલે કેમ 28 દિવસનો ગણાય છે મહિનો?
- ટેલીકોમ કંપનીઓની આ પોલીસી હવે નહીં ચાલે
Trending Photos
નવી દિલ્લીઃ મોબાઇલ યુઝર્સ માટે એક સમાચાર છે. જો તમે એક મોબાઈલ યુઝર છો, તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. હવે તમારે 12ના બદલે 13 મહિનાનો નહીં લેવો પડે ટેરિફ પ્લાન. હવે તમારા મોબાઇલના ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસથી વધીને 30 દિવસ થઇ શકે છે. ઘણાં લાંબા સમયથી આ મુદ્દે વિવાદ ચાલતો આવ્યો છે.
ભારે વિવાદ અને વિચાર વિમર્શ બાદ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ મોબાઇલ પ્લાન પર મળી રહેલી વેલિડિટીની મહત્તમ સમયસીમાની સાથે ચાર્જ સાથે સંલગ્ન અન્ય બાબતો અંગે ચર્ચા પત્ર એટલે કે કન્સલ્ટેશન પેપર જારી કર્યુ છે. આ મામલે ગ્રાહકો તરફથી ટ્રાઇને સતત સુચનો મળી રહ્યા હતા. કન્સલ્ટેશન પેપર અંગે TRAI એ તમામ સંબંધિત વિભાગો અને લોકો પાસેથી સુચનો અને ભલામણો માંગ્યા છે.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં હવે મોબાઇલના ટેરિફ પ્લાનની વેલિડિટી જે હાલ 28 દિવસની છે તે 30 દિવસની થઇ શકે છે. અલબત્ત જો આવુ થાય તો ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમત વધી શકે છે. ગ્રાહકોના એક વર્ગ તરફથી ટેરિફ પ્લાનની વેલિડીટી અંગે TRAI સમક્ષ સતત અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આથી TRAI આ અંગે ફેર વિચારણા કરી રહી છે. આથી TRAIએ કન્લ્ટેશન પેપર જારી કર્યુ છે અને તે અંગે સૂચનો મંગાવ્યા છે. 11 જૂન, 2021 સુધી લેખિતમાં સુચનો મોકલી શકાશે. હાલ દેશમાં મોબાઇલના વિવિધ માસિક પ્રિપેડ ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસની અને તેની ડબલ કે ત્રીડબલમાં હોય છે. અલબત્ત મોબાઇલના પોસ્ટ પેડ પ્લાનનું માસિક બિલ 30 દિવસની ગણતરી મુજબ આવે છે.
ટેલિકોમ કંપનીઓ શું રમત રમે છે?
28 દિવસની વેલિડિટીથી કંપનીઓને 1 મહિનાનો ફાયદો થાય છે. 28, 56 કે 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનથ ટેલિકોમ કંપનીઓને એક મહિનાના ટેરિફ પ્લાનનો ફાયદો થાય છે. એટલે કે એક વર્ષમાં ગ્રાહકોને 12 મહિનાના બદલે 13 મહિનાનું રિચાર્જ કરવુ પડે છે. તેની ગણતરી પણ સમજવા જેવી છે. 1) માસિક ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે. 2) એક વર્ષમાં 12 મહિના અને 365 દિવસ હોય છે. 3) વેલિડિટીની ગણતરી મુજબ 365/ 28 દિવસ– 13 મહિના થાય છે. 4) એટલે આ ગણતરી મુજબ એક વર્ષમાં 12ના બદલે 13 મહિના થાય છે. 5) ટેલિકોમ કંપની આ રીતે એક માસનું ભાડું વધારે લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે