રિલાયન્સ જીયોની નવી સર્વિસ, ફ્રીમાં કરો વોઈસ-વીડિઓ કોલ
રિલાયન્સ જીયો (Reliance Jio)એ બુધવારે દેશભરમાં વોઇસ અને વીડિઓ વાઇ-ફાઇ કોલિંગ સર્વિસની જાહેરાત કરી છે. યૂઝરને શાનદાર અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે રિલાયન્સ જીયો છેલ્લા કેટલાક મહિનાથી આ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોના યૂઝરો માટે ખુશખબર છે. રિલાયન્સ જીયો (Reliance Jio)એ બુધવારે દેશભરમાં વોઇસ અને વીડિઓ વાઇ-ફાઇ કોલિંગ સર્વિસની જાહેરાત કરી છે. યૂઝરને શાનદાર અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે રિલાયન્સ જીયો છેલ્લા કેટલાક મહિનાથી આ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. જીયોની આ ખાસ સર્વિસમાં યૂઝર ફ્રીમાં વાઈ-ફાઈના માધ્યમથી એકદમ ક્લીયર વોઈસ અને વીડિઓ કોલ કરી શકશે. જીયોની આ સર્વિતમાં તમે તમારા હાલના ફોન નંબરનો ઉપયોગ કરીને વાઈ-ફાઈ નેટવર્કના માધ્યમથી ફોન કરવાની સાથે કોલ રિસીવ પણ કરી શકશો. આ સર્વિસ માટે યૂઝરોએ કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં. તમારી પાસે માત્ર એક્ટિવ પ્લાન અને જીયોની વાઈ-ફાઈ કોલિંગને સપોર્ટ કરતો ફોન હોવો જોઈએ.
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે એસીનું તાપમાન આટલા પર રહેશે સેટ
150થી વધુ હેન્ડસેટ મોડલ્સને સપોર્ટ કરશે સર્વિસ
ખાસ વાત છે કે યૂઝર જીયો વાઈ-ફાઈ કોલિંગ માટે કોઈપણ Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરી શકશે. VoLTE અને વાઈ-ફાઈ વચ્ચે વોઈસ અને વીડિઓ કોન્સ કોઈપણ મુશ્કેલી વગર સ્વિચ-ઓવર થશે, જેથી ગ્રાહકોને વોઈસ-વીડિઓનો સારો અનુભવ મળી શકે. આ સિવાય જીયોની વાઈ-ફાઈ કોલિંગ સર્વિ 150થી વધુ હેન્ડસેટ મોડલ્સને સપોર્ટ કરશે.
દેશમાં ગમે ત્યાં કરી શકશો ફ્રી કોલ
કસ્ટમર્સ વાઈ-ફાઈ કોલ્સ પર વીડિઓ કોલ પણ કરી શકશે. જીયો વાઈ-ફાઈ કોલિંગ સર્વિસ 7-16 જાન્યુઆરી 2020 વચ્ચે ભારત ભરમાં ઉપલબ્ધ થશે. જીયોની આ ખાસ સર્વિસની મદદથી તમે દેશમાં ગમે ત્યાં કોલ કરી શકશો. જીયોની વાઈ-ફાઈ કોલિંગ સર્વિસ સેમસંગ, વીવો, શાઓમી, એપલ, ટેક્નો, કુલપેડ, ગૂગલ, ઇન્ફીનિક્સ, આઈટેલ, લાવા, મોબિસ્ટાર અને મોટોરોલા જેવા સ્માર્ટફોનને સપોર્ટ કરશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube