નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ તાજેતરમાં ભારતમાં પોતાનો નવો Jio Bharat 4G ફોન લોન્ચ કર્યો હતો. તેની કિંમત 999 રૂપિયા છે. 1 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આવનાર આ ફોનનું વેચાણ શરૂ થવાનું છે. આ ફોનને 28 ઓગસ્ટથી એમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાશે. આ ફોન ક્લાસિક બ્લેક કલરમાં ખરીદી શકાશે. જાણો આ ફોનના ફીચર્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Bharat ના ફીચર્સ
Jio Bharat ફોનને Karbonn કંપનીની સાથે મળીને બનાવી છે. Jio Bharat K1 Karbonn માં રેડ અને બ્લેક કલર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમાં જૂના ટાઇટનું ટી9 કીબોર્ડ હાજર છે. ફોનના બેકમાં કેમેરો સામેલ છે. આ ફોનમાં જિયોસિનેમા પર મૂવીઝ અને મેચ જોઈ શકાશે. 


તેમાં 1.77 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 128GB સુધી એક્સટર્નલ માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ આપ્યું છે. તેમાં તમે સરળતાથી મ્યૂઝિક, વીડિયો, ફોટો સહિત અન્ય ડેટા સેવ કરી શકો છો. તેનો રિયર કેમેરો રેકટેંગ્યૂલર ડિઝાઇનની સાથે આવે છે. તેમાં એક એલઈડી ફ્લેશ આપવામાં આવી છે, જેમાં 0.3 મેગાપિક્સલનો VGA કેમેરા હાજર છે. તેમાં એક ટોર્ચ પણ આપવામાં આવી છે. ફોનમાં 1000mAh ની બેટરી છે. આ નવો Jio Bharat ફોન લોકોને જિયો એપ્સ દ્વારા પેમેન્ટ કરવાની સાથે મૂવી જોવાનું એક્સેસ આપે છે. આ ફોન વોટ્સઅપ સપોર્ટની સાથે આવે છે. 


આ પણ વાંચોઃ આ કંપનીની ધમાકેદાર ઓફર, માત્ર 199 રૂપિયામાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS


Jio Bharat ના પ્લાન્સ
તેનો પ્રથમ પ્લાન 123 રૂપિયાનો છે. તેની વેલિડિટી 28 દિવસની છે. તેમાં દરરોજ 0.5 જીબી ડેટા આપવામાં આવે છે. કુલ 14 જીબી ડેટા મળશે. તો જિયોસિનેમા અને જિયોસાવનનું એક્સેસ પણ આપવામાં આવે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. 


તેનો બીજો પ્લાન 1234 રૂપિયાનો છે. તેની વેલિડિટી 336 દિવસની છે. તેમાં દરરોજ 0.5 જીબી ડેટા આપવામાં આવશે. કુલ 168 જીબી ડેટા મળશે. તો જિયોસિનેમા અને જિયોસાવનનું એક્સેસ પણ આપવામાં આવે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દર 28 દિવસ પર 300 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube