Reliance Jioએ 5G લોન્ચ પહેલા ભારતીય બજાર માટે કેટલીક આકર્ષક જાહેરાતો કરી હતી. Jio એ કહ્યું કે તેઓ Jio AirFiber નામનું એક નવું 5G FWA (ફિક્સ્ડ-વાયરલેસ એક્સેસ) ડિવાઇસ લાવશે, જે વપરાશકર્તાઓ માટે હાઇ સ્પીડ સર્વિસ પ્રદાન કરશે. Jio AirFiber નોર્મલ બ્રોડબેન્ડ જેવું જ હશે. જો કે તે કેવી રીતે કામ કરશે તે જણાવવામાં આવ્યું નથી. Reliance Jio ने India Mobile Congress (IMC) 2022 દરમિયાન આ પ્રોડક્ટનું પ્રદર્શન કર્યું હતું. આ ઇવેન્ટમાં એમ જણાવવામાં આવ્યું નથી કે તે કેવી રીતે કાર્ય કરશે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને તમે આખા ઘરમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ મેળવી શકો છો. Jioનું 5G નેટવર્ક તેની સાથે કામ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 આ પણ વાંચો:
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...


ગેમ ચેન્જર હશે
Jio AirFiber એક ગેમ ચેન્જર પ્રોડક્ટ હશે. હવે જોવાનું એ રહે છે કે કંપની તેને કેવી રીતે માર્કેટ કરશે. એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પ્રેસિડેન્ટ કિરણ થોમસે જણાવ્યું કે, આ પ્રોડક્ટ ટૂંક સમયમાં તેનું પોતાનું સ્થાન મેળવી લેશે.


એટલે કે, 2023 ના અંત સુધીમાં વપરાશકર્તાઓના ઘરોમાં Jio AirFiber જોવા મળશે. Jio Airfiberથી 5G નો ઉપયોગ કરી શકાશે.


કનેક્ટિવિટી 1000 સ્ક્વેર ફૂટમાં મળશે
પ્રોડક્ટની કોમર્શિયલ કિંમતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. લોન્ચિંગ પહેલા તેની જાહેરાત કરવામાં આવશે. જો Jio AirFiber આવે છે, તો તેને JioFiber થી મજબૂત સ્પર્ધા જોવા મળી શકે છે. Jio AirFiber એક કોમ્પેક્ટ ડિવાઇસ છે અને તે 1000 ચોરસ ફૂટના વિસ્તારમાં Wi-Fi કનેક્ટિવિટી પ્રદાન કરવામાં સક્ષમ હશે.


આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું

રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube