નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. દેશભરમાં આશરે 48 કરોડ લોકો જિયોના સિમનો ઉપયોગ કરે છે. રિચાર્જ પ્લાન્સના ઓપ્શનની વાત કરવામાં આવે તો જિયોનું નામ સૌથી ઉપર આવે છે. ગ્રાહકોની જરૂરીયાત માટે જિયો ઘણા પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે. જિયોએ તાજેતરમાં પોતાના પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો છે, જેનાથી યુઝર્સે વધુ પૈસાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. જિયોએ હવે એક એવો પ્લાન પોતાના લિસ્ટમાં સામેલ કર્યો છે, જેણે યુઝર્સની ચિંતા ખતમ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સના પોર્ટફોલિયોને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે. જિયોની પાસે લાંબી વેલિડિટીવાળા ઘણા પ્લાન્સ હાજર છે. જિયોના લિસ્ટમાં એક એવો પ્લાન છે, જેમાં તમને લાંબી વેલિડિટીની સાથે અનલિમિટેડ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. આવો તમને જિયોના આ પ્લાન વિશે માહિતી આપીએ.


આ પ્લાનથી ખતમ થશે તમારી ચિંતા
જિયોએ પોતાના ગ્રાહકો માટે એક એવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં એક વખત રિચાર્જ કરાવી વારંવાર રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે. અમે વાત કરી રહ્યાં છીએ જિયોના 3599 રૂપિયાવાળા પ્લાનની. આ એક વાર્ષિક પ્લાન છે, જેમાં યુઝર્સને કંપની 365 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાનની સાથે તમે 365 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકો છો. 


આ પણ વાંચોઃ 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM,જાણો વિગત


પ્લાનમાં મળશે આટલો ડેટા
આ પ્લાનમાં મળનાર ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં યુઝર્સને 365 દિવસ માટે 912GB થી વધુ ડેટા મળે છે. તમે દરરોજ 2.5GB ડેટા ઉપયોગ કરી શકો છો. જિયોનો આ પ્લાન અનલિમિટેડ ટ્રૂ 5G ડેટા પણ ઓફર કરે છે. એટલે કે તમારા વિસ્તારમાં 5જી નેટવર્કની કનેક્ટિવિટી છે તો તમે દરરોજ અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકો છો.


રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને આ પ્લાનની સાથે બીજા પ્લાનની સાથે એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. તેમાં તમને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો આ ઓફર તમારા માટે ફાયદાકારક છે. આ પ્લાનની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ, જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળે છે.