New Mobile Rules: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM,જાણો વિગત

TRAI New Mobile Rule: દરેક વ્યક્તિ ટેલીમાર્કેટિંગ કોલ અને મેસેજથી પરેશાન છે, જેનાથી બચવા માટે સરકારે નવો નિયમ જારી કર્યો છે. આ નિયમ હેઠળ, જે લોકો પર્સનલ નંબર પરથી કોલ કરીને અને મેસેજ કરીને લોકોને હેરાન કરે છે તેમના સિમ કાર્ડ 2 વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે. આ નિયમ 1 સપ્ટેમ્બર 2024થી લાગુ થઈ રહ્યો છે.
 

New Mobile Rules: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM,જાણો વિગત

નવી દિલ્હીઃ સરકાર અનિચ્છનીય કોલ સામે કડક બની છે. તેવામાં સરકારી સંસ્થા ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે Trai તરફથી એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે, જે દેશભરમાં 1 સપ્ટેમ્બર 2024થી લાગૂ થઈ જશે. આ નિયમ લાગૂ થયા બાદ અનિચ્છનીય કોલથી લઈને થનારી સમસ્યાથી મોટી રાહત મળી શકે છે. તે માટે સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓને પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

શું છે નિયમ
ટ્રાઈના રિપોર્ટ પ્રમાણે જો તમે તમારા ખાનગી મોબાઇલ નંબરથી ટેલીમાર્કેટિંગ કોલ કરો છો તો તમારો મોબાઈલ નંબર 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ થઈ જશે. હકીકતમાં સરકાર તરફથી ટેલિમાર્કેટિંગ માટે એક નવી મોબાઈલ નંબર સિરીઝ જાહેર કરવામાં આવી છે. દૂરસંચાર વિભાગે નાણાકીય છેતરપિંડી રોકવા માટે નવી 160 વાળી નંબર સિરીઝ શરૂ કરી છે. તેવામાં બેન્કિંગ અને વીમા સેક્ટરે 160 નંબર સિરીઝથી પ્રમોશન કોલ અને મેસેજ કરવા પડશે. 

આ પ્રકારના કોલ અને મેસેજ પર લાગશે પ્રતિબંધ
તેમ માનવામાં આવી રહ્યું છે કે નવા નિયમ લાગૂ થયા બાદ અનઇચ્છીત કોલ્સ અને મેસેજની સમસ્યાથી છૂટકારો મળી શકે છે, કારણ કે નવા મોબાઈલ નંબર પ્રતિબંધ નિયમમાં ઓટોમેટિક જનરેટેડ કોલ્સ અને મેસેજને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેને રોબોટિક કોલ્સ અને મેસેજ પણ કહે છે. સરકાર પ્રમાણે 1 સપ્ટેમ્બરથી આવા દરેક કોલ્સ અને મેસેજ પર પ્રતિબંધ લાગી જશે. 

આ રીતે કરી શકો છો ફરિયાદ
દૂરસંચાર વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 3 મહિનામાં 10 હજારથી વધુ ફ્રોડવાળા મેસેજ મોકલાઈ ચૂક્યા છે. જો તમારી પાસે આવા મેસેજ કે કોલ્સ આવે છે તો તેની ફરિયાદ સંચાર સાથી પોર્ટલ પર નોંધાવી શકાય છે. જો તમને કોઈ 10 ડિજિટવાળા મોબાઈલ નંબરથી મેસેજ મોકલે છે તો તમે તેની ફરિયાદ સીધી 1909 પર કરી શકો છો. 

આ રીતે નોંધાવો ફરિયાદ
સૌથી પહેલા sancharsathi.gov.in વેબસાઇટ પર જાવો અને સિટિજન સેન્ટ્રિક સર્વિસને સ્ક્રોલ કરો.
પછી ટેબની નીચે આપેલ ચક્ષિ ઓપ્શનને સિલેક્ટ કરો અને પછી રિપોર્ટિંગ પર ક્લિક કરો.
ત્યારબાદ ડ્રોપ-ડાઉન મેનૂથી ફ્રોડ કેટેગરીને પસંદ કરો અને કોલનો સ્ક્રીનશોટ અટેચ કરો.
પછી તે મોબાઇલ નંબર દાખલ કરો જેનાથી તમને ફ્રોડ કોલનો મેસેજ મળ્યો છે. 
ત્યારબાદ ફ્રોડ કોલની તારીખ અને સમજ દાખલ કરો અને રિપોર્ટ કરો.
પછી તમારી પર્સનલ ડિટેલ નાખો. તેને ઓટીપીથી વેરિફાઈ કરો અને ફરિયાદ દાખલ કરો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news