નવી દિલ્હીઃ Reliance Jio એ પોતાના 11 રૂપિયા વાળા ડેટા-ઓન પ્લાનને રિવાઇઝ કરી દીધો છે. જીયોના આ એડ-ઓન પેકમાં હવે 1 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ એક જીબી ડેટા પૂરો થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને  64Kbps રહી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે જીયોના 11 રૂપિયા વાળા ડેટા એડ-ઓન પ્લાનને 400MB ડેટાની સાથે લોન્ચ કર્યો હતો. બાદમાં 800MB ડેટાની સાથે રિવાઇઝ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પ્લાન મોબાઇલ નંબર ચાલી રહેલા બેસ પ્રીપેડ પ્લાનના એક્સપાયર થવા સુધી વેલિડ રહે છે. 


આ પણ વાંચોઃ Reliance Jio યૂઝર્સ માટે ખુશખબર, હવે આ પ્લાનમાં મળશે વધુ ડેટા


આ સિવાય જીયોની (Reliance Jio) પાસે 51 રૂપિયા વાળો પ્રીપેડ ડેટા એડ-ઓન પ્લાન પણ છે. આ પ્લાનમાં 6GB ડેટા મળે છે. તો 101 રૂપિયા વાળા પ્લાનમાં કુલ 12GB ડેટા અને 21 રૂપિયા વાળા પ્લાનમાં 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ બધા ડેટા પ્લાનની વેલિડિટી બેસ પ્રીપેડ પ્લાન પર નિર્ભર રહે છે. 


જે લોકોને વધુ ડેટા જોઈએ, તેના માટે જીયોની પાસે 151 રૂપિયા, 201 રૂપિયા વાળો વર્ક ફ્રોમ હોમ પ્લાન હાજર છે. આ બન્ને પેકની વેલિડિટી 30 દિવસ અને ગ્રાહકોને ક્રમશઃ  30GB તથા 50GB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. 


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube