Jio Independence Day offer: 365 દિવસની વેલિડિટી, દરરોજ 2.5GB ડેટા, સાથે મળશે 5500ના ડિસ્કાઉન્ટનો ફાયદો
રિલાયન્સ જિયોએ 15 ઓગસ્ટ માટે ખાસ ઓફર કાઢી છે. આ એક વાર્ષિક રિચાર્જ પ્લાન છે. આ પ્લાન 2999 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને એક વર્ષ માટે ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો મળે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તરફથી સ્વતંત્રતા દિવસ ઓફરની જાહેરાત કરવામાં આવી છે. જિયોની આ ઓફર 2999 રૂપિયામાં આવી રહી છે. આ એક વાર્ષિક પ્લાન છે. એટલે કે એકવાર રિચાર્જ કરો અને એક વર્ષ સુધી ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ, ડેટા અને એસએમએસની સુવિધા સાથે આવે છે. આવો તેના વિશે જાણીએ..
આ ફાયદા મળશે
જિયોના સ્વતંત્રતા દિવસ ઓફરવાળા 2999 પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેવામાં પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 912.5 જીબી ડેટા આપવામાં આવશે. ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ સિવાય જિયોના આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની ઓફર આપવામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Top-5 Cheapest 5G Phone: આ છે દેશના સૌથીના સૌથી સસ્તા ફોન, જાણો કિંમત અને ખૂબીઓ
મળશે આ બેનિફિટ્સ
આ તમામ સુવિધાઓની સાથે જિયો પ્લાનમાં જિયો ક્લાઉડ, જિયો ટીવી, જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં એપ સબ્સક્રિપ્શન માટે અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. આ પ્લાન પર 249 રૂપિયાથી વધુના સ્વિગીના ઓર્ડર પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. સાથે Yatra થી ફ્લાઇટ બુક કરાવવા પર 1500 રૂપિયાની બચત કરી શકશો. તો યાત્રાથી ડોમેસ્ટિક હોટલ બુકિંગ પર 4000 રૂપિયાની છૂટનો ફાયદો લઈ શકો છો.
કઈ રીતે કરાવશો રિચાર્જ
જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનનો ફાયદો લેવા માટે તમે MyJio એપની મુલાકાત લઈ શકો છો. સાથે જિયોની વેબસાઇટ પરથી રિચાર્જ કરાવી શકો છો. તેમાં આ પ્લાનની પસંદગી કરી શકો છો. ત્યારબાદ તમને પેમેન્ટ કરવા માટે વિવિધ વિકલ્પ મળશે. પેમેન્ટ કર્યાં બાદ તમારૂ રિચાર્જ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube