Jio નો નવો પ્લાન! 336 દિવસ સુધી 540GB ડેટા, અનલિમિટેડ 5G, કોલિંગ અને ફ્રી OTT એપ્સ, જાણો વિગત
જો તમે લાંબી વેલિડિટી સાથે કોઈ પ્લાન શોધી રહ્યાં છો તો જિયોનો આ પ્લાન તમને ઉપયોગી થઈ શકે છે. જિયોનો આ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં તમને કુલ 540 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ Reliance Jio એ પ્રીપેડ પોર્ટફોલિયોમાં લેટેસ્ટ પ્લાન લોન્ચ કર્યો છે. લોન્ગ ટર્મ પ્લાન્સમાં ઘણા પ્લાન કંપનીએ સામેલ કર્યાં છે. આવા એક પ્લાન વિશે તમને જણાવી રહ્યાં છીએ જે મંથલી પ્લાનનું એક્સટેન્ડેડ વર્ઝન છે. તેમાં ડેલી બેસિસ પર ડેટા પણ મળે છે અને કેટલીક એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન. આવો જાણીએ વિગત...
રિલાયન્સ જિયોએ હાલમાં પોતાના લોન્ગ ટર્મ પ્લાનને અપડેટ કર્યો છે. તેમાં કંપનીએ એક સસ્તા પ્લાનને સામેલ કર્યો છે, જે 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનને કંપનીની સત્તાવાર વેબસાઇટ કે નજીકા ટેલીકોમ રિટેલરથી 2545 રૂપિયામાં એક્ટિવ કરાવી શકાય છે. તેમાં યૂઝર્સને ડેલી બેસિસ પર 1.5જીબી ડેટા મળે છે. જો કુલ ડેટા બેનિફિટ જોઈએ તો કંપની તેમાં 540GB ડેટા આપી રહી છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 64 Kbps સુધીની રહી જાય છે. પરંતુ તમે ઈન્ટરનેટ વાપરી શકો છો. આ પ્લાનમાં યોગ્ય યૂઝર્સને Unlimited 5G ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Jio: માત્ર કોલિંગની જરૂર હોય તો આ છે જિયોના સૌથી બેસ્ટ પ્લાન, પૈસાની પણ થશે મોટી બચત
આ જિયો પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટ સાથે આવે છે. યૂઝર લોકલ/એસટીડી કોલ્સ અનલિમિટેડ કરી શકે છે. જિયો પ્રીપેડ પ્લાન કેટલાક કોમ્પ્લિમેન્ટ્રી બેનિફિટ્સ પણ તમને આપે છે. આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી ઓટીટી એપ્સ JioTV, JioCinema, JioCloud નું સબ્સક્રિપ્શન પણ મળે છે.
JioTV પર કન્ટેન્ટ જોઈ શકાય છે. જો તમે ફિલ્મો જોવાના શોખીન છો તો તમને જિયોસિનેમાનું સબ્સક્રિપ્શન પેક મળે છે. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આ પ્લાન સાથે મળતું નથી. આ સિવાય જિયો પ્લાનની સાથે જિયો ક્લાઉડનો ઓપ્શન મળે છે. આ પ્લાનની વધુ જાણકારી માટે તમે માય જિયો એપ અથવા જિયોની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube