Jio Recharge Plan: Jio એ નવા બે રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાનમાં 2.5 જીબી ડેઈલી ડેટા મળશે. આ સાથે યૂઝર્સને ડેટા ઉપરાંત કોલિગં, એસએમએસ અને અન્ય ફાયદા પણ થશે. જિયોએ આ રિચાર્જ પ્લાનને 30 દિવસની અને 90 દિવસની વેલિડિટી સાથે તૈયાર કર્યા છે. જો તમે વધુ ઈન્ટરનેટ યૂઝ  કરતા હોવ તો આ વિકલ્પ પસંદ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ 899 રૂપિયા અને 349 રૂપિયાના પ્રીપેઈડ રિચાર્જ પ્લાન પોતાના પોર્ટફોલિયોમાં જોડ્યા છે. બંને પ્લાન એક જેવા બેનિફિટ્સ સાથે આવે છે. હાલમાં જ જિયોએ નવા વર્ષના અવસરે 2023 રૂપિયાનો નવો પ્લાન અને  Jio New Year Offer લોન્ચ કર્યા હતા. હવે આવો જાણીએ આ બે નવા પ્લાન વિશે માહિતી...


Jio નો 899 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન
અગાઉ જણાવ્યાં મુજબ આ 899 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકને ડેઈલી 2.5 જીબી ડેટા મળશે. યૂઝર્સને 90 દિવસની વેલિડિટી પણ મળશે. એટલે કે સમગ્ર વેલિડિટીમાં યૂઝરને કુલ 225GB ડેટા મળશે. જિયો સબસ્ક્રાઈબર્સને આ રિચાર્જમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસનો ફાયદો પણ મળશે. 


આ ઉપરાંત જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે. યૂઝર્સ જિયો સિનેમા, જિયો સિક્યુરિટી, જિયો ક્લાઉડ, અને જિયો ટીવીનું કોમ્પ્લિમેન્ટરી સબસ્ક્રિપ્શન યૂઝ કરી શકશે. આ રિચાર્જ પ્લાનને ખરીદનારા યૂઝર્સ 5G ડેટા માટે એલિજિબલ ગણાશે. 


ડિજિટલ સ્ટ્રાઈક: 55 હજાર વેબસાઇટ બ્લોક; મસમોટા નામ, જાણી લો કારણ


વાયરીંગમાં કેમ લાગે છે આગ, અત્યાર સુધીનું સૌથી મોટુ સત્ય આવ્યું સામે...


My Jio: ક્યારે કેટલાં કોલ કર્યા જાણો એક એપની મદદથી, એક ક્લિક પર રેડી થઈ જશે PDF


349 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનમાં યૂઝર્સને 30 દિવસની વેલિડિટી મળશે. આ ઉપરાંત તમામ અન્ય ફાયદા ઉપરના પ્લાનમાં જે રીતે જણાવેલા છે તે જ રીતે મળશે. રિચાર્જમાં યૂઝરને કુલ 75GB ડેટા મળશે. 


યૂઝર્સ ડેઈલી 2.5 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસ વાપરી શકશે. જિયો એપ્સનું ફ્રી એક્સેસ યૂઝર્સને મળશે. આ પ્લાન પણ 5જી ડેટા એલિજિબિલિટી સાથે આવે છે. 


શું છે 5જી એલિજિબિલિટીનો અર્થ
કોઈ પ્લાનના 5G એલિજિબલ હોવાનો એ અર્થ નથી કે યૂઝર્સને 5જી ડેટા મળશે. તેનો અર્થ એવો છે કે આ પ્લાન્સને ખરીદનારા યૂઝર્સ જો તેમને જિયો વેલકમ ઓફર મળી હશે તો  5G નેટવર્ક યૂઝ કરી શકશે. આ માટે યૂઝર્સ પાસે 5જી સ્માર્ટફોન હોવો જરૂરી છે અને તેઓ 5જી અનેબલ એરિયામાં હોય તે પણ જરૂરી છે. એટલું જ નહીં જિયો વેલકમ ઓફર મર્યાદિત યૂઝર્સને જ મળી રહી છે અને આ એક ઈન્વાઈટ છે. એટલે કે કંપની જેને આ ઓફર આપશે તે જ ફક્ત આ ફાયદો મેળવી શકશે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube