Jio New Subscription Plan: જો તમે એક સાથે ઘણી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન લેવાથી બચવા ઈચ્છો છો તો જિયોનો આ પ્લાન તમારા માટે છે. જિયોએ ખાસ કરી JioFiber અને Jio AirFiber યૂઝર્સ માટે અલ્ટીમેટ સ્ટ્રીમિંગ પ્લાન લોન્ચ કર્યો છે. તેની કિંમત 888 રૂપિયા મહિને છે. આવો આ પ્લાન વિશે જણાવીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JioAirFiber Plan
આ પ્લાનમાં તમને 30 Mbps ની સ્પીડની સાથે 15થી વધુ ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે. તેમાં Netflix (બેસિક પ્લાન), Prime Video (લાઇટ), JioCinema Premium સિવાય Disney+ Hotstar, Sony Liv, Zee5, Sun NXT જેવા મોટા ઓટીટી પ્લેટફોર્મ સામેલ છે. સાથે Hoichoi, Discovery+, ALTBalaji જેવી રીઝનલ એપ્સ પણ મળે છે. જો તમે અત્યારે કોઈ અન્ય JioFiber/AirFiber પ્લાનનો ઉપયોગ કરી રહ્યાં છો કે પ્રીપેડ યૂઝર છો તો તમે આ પોસ્ટપેડ પ્લાન પર સ્વિચ કરી શકો છો.


IPL ની પણ મજા માણી શકો છો
આ સિવાય દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ આઈપીએલ ધન ધના ધન ઓફર પણ આ પ્લાનમાં મળી રહી છે. યોગ્ય ગ્રાહક પોતાના જિયો હોમ બ્રોડબેન્ડ કનેક્શન પર 50 દિવસના ડિસ્કાઉન્ટ ક્રેડિટ વાઉચરનો લાભ પણ ઉઠાવી શકે છે. તેમાં તમે આઈપીએલની મજા માણી શકો છો.


આ પણ વાંચોઃ Tech Tips: શું ઉનાળામાં તમારો ફોન વધારે ગરમ થાય છે? જાણો ઠંડો રાખવાની ટેકનિક


Jio Cinema Plan
જો તમે JioCinema નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. જિયો સિનેમાએ પોતાના પ્રીમિયમ પ્લાનમાં નવો એડ-ફ્રી ઓપ્શન સામેલ કર્યો છે. હવે માત્ર 29 રૂપિયામાં JioCinema Premium નું સબ્સક્રિપ્શન લઈ શકો છો. તેમાં તમને 4K કન્ટેન્ટ, ફલાઈન જોવાની સુવિધા, વેબ સિરીઝ અને ફિલ્મો સુધી પહોંચ મળશે. આ પ્લાન માત્ર એક ડિવાઇસ પર કામ કરશે. 


ચાર ડિવાઇસ પર કામ કરશે આ પ્લાન
જો તમે ઘરમાં વધુ લોકો છો તો તમે 89 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. તેમાં તમને ચાર ડિવાઇસની સાથે  JioCinema ચલાવવાની સુવિધા મળે છે. આ પ્લાનમાં તમને તે બધા બેનિફિટ્સ મળે છે, જે 29 રૂપિયાના પ્લાનમાં મળે છે.