Jio ના આ Prepaid Plans થી Vi અને Airtel ને ચટાડી ધૂળ, ઓછા રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું
એક જ ક્ષેત્રમાં જ્યારથી એકથી વધુ કંપની હશે તો પરસ્પર સ્પર્ધાની ભાવના તો આવશે. જેટલું મહત્વ સ્માર્ટફોનનું છે એટલું જ મહત્વપૂર્ણ ટેલિકોમ કંપનીઓને પણ મળે છે. આ મહત્વને જાળવી રાખવા માટે આ ટેલિકોમ કંપનીઓ એક-એકથી ચઢિયાતા એક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ લઇને આવે છે.
નવી દિલ્હી: એક જ ક્ષેત્રમાં જ્યારથી એકથી વધુ કંપની હશે તો પરસ્પર સ્પર્ધાની ભાવના તો આવશે. જેટલું મહત્વ સ્માર્ટફોનનું છે એટલું જ મહત્વપૂર્ણ ટેલિકોમ કંપનીઓને પણ મળે છે. આ મહત્વને જાળવી રાખવા માટે આ ટેલિકોમ કંપનીઓ એક-એકથી ચઢિયાતા એક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ લઇને આવે છે જેથી તેમના ગ્રાહક તેમની પાસે રહે છે અને કોઇ બીજી કંપની તરફ વળી ન જાય. આવો જોઇએ જિયો, વોડાફોન-આઇડિયા અને એરટેલમાંથી આખરે જિયોએ કયા પ્રકારે બાજી મારી...
ગ્રાહકો પર એન્ટ્રી લેવલ પ્લાનની અસર
પોતાની કંપનીઓમાં નવા ગ્રાહકોને જોડવા માટે આ કંપનીઓ એક ન્યૂનતમ કિંમતવાળા એન્ટ્રી પ્લાનની સુવિધા આપે છે. Vi એ પોતાના 49 રૂપિયાવાળા એન્ટ્રી પ્લાનને, જેમાં 14 દિવસો માટે 38 રૂપિયાનો ટોકટાઇમ અને 100MB ડેટા મળે છે, હવે બંધ કરી દીધો છે. એરટેલ પણ હવે પોતાના આ સસ્તા એન્ટ્રી લેવલ પ્લાનની સુવિધા આપતી નથી.
સાવધાન! જો તમે પણ વેચી રહ્યા છો Old Coin અથવા Note તો જાણી આ મોટી વાત, RBI જાહેર કરી જરૂરી સૂચના
સીએલએસએના રિપોર્ટ અનુસાર હવે જ્યારે બંને કંપનીઓએ પોતાના એન્ટ્રી લેવલ પ્લાનને બંધ કરી દીધા છે. તેમના ઘણા બધા ગ્રાહક જિયો પાસે જઇ શકે છે કારણ કે જિયોના 75 રૂપિયા પ્લાન આ કંપનીઓના 79 રૂપિયા કરતાં સસ્તો અને સારો છે. ૦
જિયોનો 75 રૂપિયાવાળો ધમાકેદાર પ્લાન
ગ્રાહકો માટે જિયોનો આ 75 રૂપિયાવળો પ્રીપેડ પ્લાન ખૂબ પસંદ છે. જિયોને 75 રૂપિયા જોઇ ગ્રાહક 3GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 50 મેસજની સુવિધાનો લાભ ઉઠાવી શાક્શે. સાથે જ યૂઝર્સને જિયોની તમામ એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્રીપેડ પ્લાન 28 દિવસની વૈધતા સાથે આવે છે.
આ અભિનેત્રીના પ્રાઇવેટ Video થયો LEAK? હવે તોડ્યું મૌન, જાણો શું છે સમગ્ર મામલો
જો આપણે વી કે 79 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં તમને 28 દિવસ માટે 200MB ડેટા અને 64 રૂપિયાના ટોકટાઇમ મળી રહ્યો છે.
જિયોએ 5 વર્ષોમાં બનાવ્યો 400 મિલિયનનો પરિવાર
રિલાયન્સ જિયોએ ટેલિકોમ માર્કેટમાં ફક્ત પાંચ વર્ષ થયા છે. આટલા ઓછા સમયમાં કામ કરીને પણ આજે નંબર એક સ્થાન પર છે અને દેશની સૌથી લોકપ્રિય ટેલિકોમ કંપની પણ છે. પોતાના 28 દિવસ અને 84 દિવસવાળા પ્રીપેડ પ્લાન પર જિયો ગ્રાહકોને 20 ટકાની છૂટ આપવામાં આવી રહી છે અને કદાચ એટલા માટે આજે જિયોનો પરિવાર 400 મિલિયન યૂઝર્સથી બનેલો છે અને ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube