નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જિયો (Jio) એ તાજેતરમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેના હેઠળ માત્ર 1 રૂપિયો આપીને ગ્રાહકોને 56GB 4G ઇન્ટરનેટ અને 28 દિવસની વધારાની વેલિડિટીનો લાભ મળી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 રૂપિયાવાળો માસ્ટર સ્ટ્રોક
જી હાં, અમે વાત કરી રહ્યા છીએ જિયોના 598 રૂપિયા અને 599 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન (Prepaid Recharge Plan) ની. આ બંને રિચાર્જ પ્લાનમાં માત્ર 1 રૂપિયાનું અંતર છે. પહેલી નજરમાં તો ગ્રાહકોને પણ લાગશે 1 રૂપિયો આપવાથી ખાસ બેનિફિટ નહી મળે. પરંતુ આ 1 રૂપિયાના ડિફ્રેંસ જ જિયોનો માસ્ટર સ્ટ્રોક છે.

Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર


જિયોનો 598 રૂપિયાવાળો પ્લાન
જોકે, જિયોના 598 રૂપિયાવાળો પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી માત્ર 56 દિવસ છે. આ પ્લાનને એક્ટિવેટ કરાવતાં ગ્રાહકોને દરરોજ 2GB હાઇસ્પીડૅ 4G ડેટા, અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ અને દરરોજ 100 SMS નો લાભ મળે છે. આ સાથે જ કંપની કોઇપણ એક્સ્ટ્રા ચાર્જ વિના Jio Apps સબ્સક્રિપ્શન અને 1 વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન પણ ફ્રી આપે છે. 

હમારા સ્વાગત નહી કરોગેં...લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ


તો બીજી તરફ જિયોના 599 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને દરરોજ 2GB હાઇસ્પીડ 4G ઇન્ટરનેટ, અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ અને દરરોજ 100 SMS નો લાભ મળે છે, જેની વેલિડિટી 84 દિવસ્ની રહે છે. આ ઉપરાંત જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ ગ્રાહકોને મળે છે. આ બંનેમાં અંતર સ્પષ્ટ છે. એટલે કે તમે માત્ર 1 રૂપિયો આપીને 28 દિવસની એકસ્ટ્રા વેલિડિટી અને 56GB ઇન્ટરનેટનો લાભ ઉઠાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube