નવી દિલ્હીઃ Jio એ શરૂઆતી વર્ષોમાં યૂઝર્સને સાવ ફ્રીમાં Unlimited Calling, Data સુવિધા આપી હતી. આ કારણ છે કે ઘણા યૂઝર્સે જિયોને ખુબ પસંદ કર્યું હતું. હવે Jio ના ઘણા એવા પ્લાન્સ પણ છે જેમાં તમને સાથે એક કે બે નંબર ફ્રી આપવામાં આવે છે. તમારે બિલ એક નંબરનું ભરવાનું હોય છે તેની સાથે Additional Number ની સુવિધા આપવામાં આવે છે. આજે અમે તમને આવા પ્લાન વિશે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 599 Family Plan થી તેની શરૂઆત થાય છે. તેમાં તમને માસિક 599 રૂપિયાની ચુકવણી કરવાની હોય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સાથે કુલ 100GB Data પણ આપવામાં આવે છે. આ સિવાય સૌથી મોટી ખાસિયત છે કે તેમાં તમને 1 Additional SIM Card ની સુવિધા આપવામાં આવે છે. ઓટીટીની વાત કરીએ તો તેમાં નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ મોટા પરિવાર માટે જોઈએ છે મોટી ગાડી? બજેટની ચિંતા છોડો 1 લાખમાં આ શાનદાર ગાડી તમારી..


Jio નો બીજો 799 Postpaid Plan  છે. આ પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને 2 Additional SIM Cards મળે છે. એટલે કે તમારે એક નંબરનું બિલ ભરવું પડશે અને આ સાથે 2 Additional SIM Cards મળે છે. આ નંબરોમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. સાથે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. 


Jio 199 Plan પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન થઈ શકે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પરંતુ તેમાં તમને એડિશનલ સિમકાર્ડ મળતું નથી. આ પ્લાન 25 જીબી ડેટા ઓફર કરે છે. સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. આ એવા યૂઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જે ઓછી કિંમતમાં વધુ સુવિધાઓ વાળો પ્લાન ખરીદવા ઈચ્છે છે. 


આ પણ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube