Big Discount on Honda Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ છે ઓફર!

Honda Activa: હોન્ડા ટુ-વ્હીલર્સ ઈન્ડિયા તેના સૌથી વધુ વેચાતા સ્કૂટર એક્ટિવા પર શાનદાર ઑફર્સ લાવી છે. આ ઓફર મર્યાદિત સમય માટે લાવવામાં આવી છે. આ એક એવું સ્કૂટર છે જે ફિમેલમાં તો લોકપ્રિય છે જ પણ જેન્ટ્સ પણ આ સ્કૂટરને હોંશેહોંશે ચલાવે છે. વડીલો માટે પણ આ સ્કૂટર ખાસ છે.

Big Discount on Honda Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ છે ઓફર!

Big Discount on Honda Activa: એક્ટિવા ખરીદનાર 5% એટલે 5,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. જો કે, આ કેશબેક ઓફર ફક્ત SBI ક્રેડિટ કાર્ડ્સ પર જ ઉપલબ્ધ હશે અને છ મહિના અને તેથી વધુ સમયના EMI વ્યવહારો પર ઉપલબ્ધ છે. ઉપરાંત, લઘુત્તમ ટ્રાન્ઝેક્શન રકમ 40,000 રૂપિયા હોવી જોઈએ.

આ પણ ખાસ વાંચોઃ

મર્યાદિત સમયગાળાની ઓફર હેઠળ ઉપલબ્ધ અન્ય લાભોમાં 3,000 રૂપિયા ડાઉનપેમેન્ટ, 7.99 ટકા વ્યાજ દર અને વાહન માટે કોઈ કોલેટરલનો સમાવેશ થાય છે. આ ઑફર 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2023 સુધી માન્ય છે. કંપનીએ કહ્યું છે કે ખરીદદારો બંને ઓફરને એક સાથે ક્લબ નથી કરી શક્તા. 

આ પણ ખાસ વાંચોઃ

હોન્ડા નવું સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં 23 જાન્યુઆરીએ નવું સ્કૂટર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હોન્ડાએ જાહેર કરેલા ટીઝરમાં એક નવી ટેક્નોલોજી લાવે છે.  કંપનીએ આ ટેક્નોલોજીને H-Smart નામ આપ્યું છે. હાલમાં, કંપનીએ તેના વિશે વધુ માહિતી જાહેર નથી કરી, પરંતુ અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે H-Smart કંપનીની નવી હાઇબ્રિડ ટેક્નોલોજી હોઈ શકે છે.

આ પણ ખાસ વાંચોઃ

રિપોર્ટ્સ અનુસાર આ નવી ટેક્નોલોજી સાથે, કંપની એક્ટિવા રજૂ કરી શકે છે જે હાઇબ્રિડ એન્જિન સાથે આવશે. તમને જણાવી દઈએ કે હાઈબ્રિડ ટેક્નોલોજીના સ્કૂટર માર્કેટમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. યામાહા ફેસિનોને હાઇબ્રિડ એન્જિન સાથે વેચવામાં આવી રહી છે. હાઇબ્રિડ એન્જિન ધરાવતાં વાહનો પ્રતિ લિટર ઇંધણની સારી માઇલેજ માટે પ્રખ્યાત છે. ડિસેમ્બર 2022માં હોન્ડા એક્ટિવાના વેચાણમાં ઘટાડો થયો હતો અને Hero MotoCorpના HF Deluxe ભારતીય માર્કેટમાં બીજા નંબરનું સૌથી વધુ વેચાતું ટુ-વ્હીલર બન્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news