નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયોની પાસે આ સમયે 44 કરોડથી વધુ યૂઝર્સ છે. પોતાના કરોડો યૂઝર્સને સુવિધા અને અનુભવ સારો બનાવવા માટે કંપની અનેક પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે. જિયોએ પોતાના પોર્ટફોલિયોને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યો છે જેમાં સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન્સ સામેલ છે. આજે અમે તમને જિયોના બે પ્લાન્સની જાણકારી આપી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોની પાસે ઘણા ધમાકેદાર પ્રીપેડ પ્લાન્સ હાજર છે. જિયોએ પોતાના જિયો ફોન યૂઝર્સ માટે પણ એકથી એક શાનદાર પ્લાન્સ લોન્ચ કરી રાખ્યા છે. જિયો ફોન માટે કંપનીએ ઓલ ઇન વન પ્લાન રજૂ કર્યાં છે, જે ખુબ ઓછી કિંમતમાં આવે છે. Jio Phone ના ઓલ ઇન વન પ્લાનમાં કંપની જિયો ટીવી અને જિયો સિનેમાનું પણ ફ્રી એક્સેસ આપે છે.


આ પણ વાંચોઃ Jio નો નવો પ્લાન! 336 દિવસ સુધી 540GB ડેટા, અનલિમિટેડ 5G,કોલિંગ અને ફ્રી OTT એપ્સ


Jio Phone નો 75 રૂપિયાવાળો પ્લાન
આજે અમે તમને જિયો ફોનના જે બે ઓલ ઇન વન પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ તે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે પરંતુ શાનદાર બેનિફિટ્સ મળે છે. ઓલ ઈન વનમાં જિયો ફોન યૂઝર્સ માટે પહેલો પ્લાન 75 રૂપિયાનો છે, જેમાં યૂઝર્સને 23 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 100MB+200MB નો ડેટા પણ મળે છે. આ પ્લાનમાં કંપની કોઈપણ નેટવર્કમાં ફ્રી કોલિંહની સુવિધા મળે છે.


Jio નો 99 રૂપિયાવાળો ઓલ ઇન વન પ્લાન
જિયો ફોનનો ઓલ ઇન વન પ્લાનમાં બીજો પ્લાન 91 રૂપિયાનો છે. તેમાં યૂઝર્સને જબરદસ્ત ઓફર મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. કંપની આ પ્લાનમાં યૂઝર્સને 3જીબી ડેટા ઓફર કરે છે. આ પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube