એક રિચાર્જમાં ચાલશે આખી Familyના ફોન : Jioની ખાસ ઓફર, લેવો પડશે આ પ્લાન
Jio Family Plan: Jio પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન ઓફર કરે છે. આ સિવાય ટેલિકોમ ઓપરેટર્સ કેટલીક ખાસ ઓફર આપી રહ્યાં છે. આવી જ એક ખાસ ઓફર ફેમિલી પ્લાનની છે. આ પ્રકારના રિચાર્જ પ્લાનમાં યુઝર્સ એકથી વધુ કનેક્શનનો ઉપયોગ કરી શકે છે. તમને બંને કનેક્શન્સ પર ડેટા, કૉલિંગ અને અન્ય લાભ મળવાનું ચાલુ રહેશે. ચાલો જાણીએ તેની વિગતો.
Jio Family Plan: તમને Jioના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન મળે છે. કંપની ઘણા પ્રકારના સસ્તા અને મોંઘા પ્લાન ઓફર કરે છે. જો તમે Jio પોસ્ટપેડ યુઝર છો, તો તમને કંપની તરફથી ખૂબ જ ખાસ ઓફરનો લાભ મેળવી શકો છો. અમે Jio ફેમિલી રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. એટલે કે એક રિચાર્જમાં ઘણા લોકોના એક સાથે ફોન ચાલી શકે છે. કંપની આવા ઘણા પ્લાન ઓફર કરે છે. આમાં, તમને બે યૂઝર્સથી લઈને 4 યૂઝર્સ સુધીના પ્લાન મળે છે. Jioના પોસ્ટપેડ પ્લાન 399 રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ ફેમિલી પ્લાન માટે તમારે ઓછામાં ઓછા 599 રૂપિયા ખર્ચવા પડશે. આ પ્લાનમાં મુખ્ય યુઝર સિવાય અન્ય યુઝરનું સિમ એક્ટિવ રહેશે. ચાલો જાણીએ આ યોજનાની વિગતો.
આ પણ વાંચો:
iPhone યૂઝર્સને મોટો ઝટકો લાગશે જ્યારે આ વાતની ખબર પડશે....
Freeમાં જોઈ શકો છો Netflix પર વેબ સીરીઝ અને ફિલ્મ, બસ કરવું પડશે આ કામ
આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ફટાફટ થશે ડાઉનલોડ
ફોન બે લોકો માટે કામ કરશે
તમે તેને Jioનો સૌથી સસ્તો ફેમિલી પ્લાન પણ કહી શકો છો. આમાં એક યૂઝરને દરેક બિલિંગ સાઈકલમાં 100GB ડેટા મળે છે. ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ યુઝર્સને 10 રૂપિયા પ્રતિ 1 GB ખર્ચવા પડશે. ગ્રાહકોને Jio પ્લાનમાં 200GB ડેટા રોલઓવરની સુવિધા પણ મળે છે. એટલે કે, તમે તમારા પૂર્ણ ડેટાનો ઉપયોગ પછીથી કરી શકો છો. Jio પ્લાનમાં અમર્યાદિત વૉઇસ કૉલિંગ સાથે દૈનિક 100 SMS પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં યુઝર્સને Jio TV, Jio Security અને Jio Cloudના ઍક્સેસ મળશે. કંપની આ રિચાર્જ પ્લાન સાથે નેટફ્લિક્સ મોબાઈલ સબસ્ક્રિપ્શન પણ ઓફર કરી રહી છે. આ સિવાય યુઝર્સને એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.
ફોન બેથી વધુ લોકો માટે કામ કરશે
જો તમને ત્રણ લોકો માટે પ્લાન જોઈએ છે, તો તમે 799 રૂપિયાનું રિચાર્જ પસંદ કરી શકો છો. આમાં, સંપૂર્ણ માન્યતા માટે 150 GB ડેટા ઉપલબ્ધ છે. આમાં, મુખ્ય વપરાશકર્તા એક સાથે બે વધારાના ગ્રાહકો ઉમેરી શકે છે. Jioનો આ પ્લાન અમર્યાદિત કૉલિંગ અને દૈનિક 100 SMS સાથે આવે છે. આમાં પણ યુઝર્સને OTT પ્લાનનું સબસ્ક્રિપ્શન મળે છે. ચાર યુઝર્સ માટે જિયોનો ફેમિલી પ્લાન 999 રૂપિયામાં આવે છે.