નવી દિલ્હીઃ જો તમે એક દમદાર પોસ્ટપેડ પ્લાન ખરીદવા વિશે વિચારી રહ્યાં હોય તો આજે અમે તમારા માટે જિયોને એક એવો શાનદાર પ્લાન લઈને આવ્યાં છીએ જે ન માત્ર સસ્તો છે, પરંતુ તેમાં એકથી એક સારા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. તેમાં ખાસ તે બેનિફિટ્સ છે જે મનોરંજન પસંદ કરનારા લોકોને ધ્યાનમાં રાખી ઓફર કરવામાં આવી રહ્યાં છે. આજે અમે તમને આ પ્લાનની ખુબીઓ વિશે વિસ્તારથી માહિતી આપી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યો પ્લાન છે
જિયોના જે પ્લાન વિશે અમે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 399 રૂપિયા છે અને તે એક પોસ્ટપેડ પ્લાન છે, તેવામાં ગ્રાહકોને હવે વિચારવું નહીં પડે કે અચાનકથી પ્લાનના બેનિફિટ્સ પૂરા ન થઈ જાય. પોસ્ટપેડ પ્લાનમાં સૌથી સારો લાભ આ હોય છે. આ પ્લાનમાં તમને સામાન્ય પોસ્ટપેડ બેનિફિટ્સ તો આપવામાં આવી રહ્યાં છે સાથે યૂઝર્સને તેમાં ઓટીટી બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં છે. આ બેનિફિટ્સ વિશે આજે અમે તમને માહિતી આપીશું. 


આ પણ વાંચોઃ WhatsApp ભારતમાં દર મિનિટે કેમ ઢગલાબંધ અકાઉન્ટ કરી રહ્યું છે બંધ? જાણો શું છે આખી બબાલ


પ્લાનમાં મળશે આ લાભ
તમને જણાવી દઈએ કે જિયોના સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાનમાં આમ તો ઘણા બેનિફિટ્સ સામેલ છે પરંતુ સૌથી આકર્ષક ઓફર છે  Netflix, Amazon Prime અને Disney Plus Hotstar જેવા ઘણા દમદાર ઓટીટી પ્લેટફોર્સમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તમે તેને ખરીદો તો તેની કિંમત આ પોસ્ટપેડ પ્લાનથી વધુ હોય છે. 


શું છે અન્ય બેનિફિટ્સ
જો વાત કરવામાં આવે તેના બેનિફિટ્સની તો પ્લાનની કિંમત માત્ર 399 રૂપિયા છે પરંતુ ફ્રી ઓટીટી સબ્સક્રિપ્શનની સાથે ગ્રાહકોને આ પ્લાનમાં દર મહિને 75 જીબી ડેટા મળે છે. આ સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે દરરોજ 100SMS નો ફાયદો આપવામાં આવે છે. જો વાત કરીએ એડીશનલ બેનિફિટ્સની તો આ પ્લાનમાં ગ્રાહકોને 1 એક્સ્ટ્રા સીમ કાર્ડ આપવામાં આવે છે. સાથે આ પ્લાનમાં તમામ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube