WhatsApp ભારતમાં દર મિનિટે કેમ ઢગલાબંધ અકાઉન્ટ કરી રહ્યું છે બંધ? 13 મહિનામાં 2.6 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ

WhatsApp ભારતમાં દર મિનિટે કેમ ઢગલાબંધ અકાઉન્ટ કરી રહ્યું છે બંધ? 13 મહિનામાં 2.6 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ

નવી દિલ્લીઃ દેશમાં દર મિનિટે 44 વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ, 13 મહિનામાં 2.6 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ, શું ભારતમાં ફેક યુઝર્સ વધી રહ્યા છે? વોટ્સએપના તાજેતરમાં જાહેર થયેલા માસિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જૂન મહિનામાં દેશમાં 22 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વર્ષમાં લગભગ 2.6 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2019 માં સમગ્ર વિશ્વમાં દર મહિને 20 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, હવે તે એકાઉન્ટ્સ ફક્ત ભારતમાં જ પ્રતિબંધિત છે. જાણો કેવી રીતે WhatsApp એકાઉન્ટ બેન કરે છે?

મોટાભાગના એકાઉન્ટ પર જૂનમાં પ્રતિબંધ મુકાયો-
કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનામાં દેશમાં 22.10 લાખ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. કોઈપણ એક મહિનામાં એકાઉન્ટ પર પ્રતિબંધનો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ સપ્ટેમ્બર 2021માં 22.09 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વોટ્સએપે છેલ્લા 11 મહિનામાં ભારતમાં 26 મિલિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દરરોજ વોટ્સએપ લગભગ 63500 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે.

 

શું ભારતમાં ફેક યુઝર એકાઉન્ટ વધી રહ્યા છે?
ચિંતા અને આશ્ચર્યની વાત એ છે કે ત્રણ વર્ષ પહેલા આખી દુનિયામાં જેટલા વોટ્સએપ એકાઉન્ટ બંધ થતા હતા તે છેલ્લા એક વર્ષથી માત્ર ભારતમાં જ થઈ રહ્યા છે.

ત્રણ વર્ષ પહેલા જાહેર કરાયેલા શ્વેતપત્રમાં વોટ્સએપે જણાવ્યું હતું કે તેમની પાસે 150 મિલિયન એક્ટિવ યુઝર્સ છે, અને તેઓ દર મહિને 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે. હાલમાં કંપનીના 200 મિલિયન યુઝર્સ છે. ભારતમાં કંપનીના એક્ટિવ યુઝર્સ વિશે અલગ-અલગ અંદાજ છે, જેમાં આ સંખ્યા 35 કરોડથી 48 કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે.

WhatsApp 25% યુઝર્સને મેસેજ મોકલતા પહેલા પ્રતિબંધિત કરે છે-
થોડા વર્ષો પહેલા, વોટ્સએપ પર એવા આરોપો લાગ્યા હતા કે તેમની એપનો ઉપયોગ ઘણા ફેક ન્યૂઝ ફેલાવવા માટે થાય છે. જે બાદ ફેબ્રુઆરી 2019 માં એપ્લિકેશનમાં હાજર સુરક્ષા સિસ્ટમ બહાર પાડી હતી..

  

દર મહિને સરેરાશ 20 લાખથી વધુ એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવે છે. આ પ્રતિબંધિત એકાઉન્ટ્સના 25 ટકા વપરાશકર્તાઓ મળી આવ્યા છે અને તેમની સિસ્ટમ દ્વારા કોઈપણ સંદેશ મોકલ્યા વિના પ્રતિબંધિત કરવામાં આવે છે.

ભારતમાં વોટ્સએપનો સૌથી વધુ યુઝર્સ-
ભારતમાં વોટ્સએપ યુઝર્સ વિશે અલગ-અલગ અંદાજો છે..ભારત વોટ્સએપનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ છે.

 

Statistic: Leading countries based on Facebook audience size as of January 2022 (in millions) | Statista
Find more statistics at  Statista 

વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે કરાય છે બેન?
WhatsApp જણાવે છે કે એકાઉન્ટમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય તે પહેલા, તેની સિસ્ટમ સામાન્ય રીતે તેને પકડી લે છે અને તેને બંધ કરી દે છે.

આ માટે WhatsApp આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, વોટ્સએપની સુરક્ષા સિસ્ટમ અસુરક્ષિત કમ્પ્યુટર નેટવર્કના ઉપયોગ વિશે જણાવે છે. વોટ્સએપનો દાવો છે કે આ કારણે તે મેસેજ મોકલતા પહેલા આવા એકાઉન્ટ બંધ કરી દે છે. 

જે એકાઉન્ટનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે તેની વર્તણૂક વોટ્સએપ તપાસતું રહે છે. જો કે તેની મેસેન્જર એપ પરના તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ છે.પરંતુ તેમ છતાં એકાઉન્ટના ઉપયોગની વર્તણૂકથી પણ આવા એકાઉન્ટને પકડી શકાય છે. પરંતુ જો કોઈ એકાઉન્ટમાં મેસેજ ખૂબ જ ઝડપથી ફોરવર્ડ કરવામાં આવે છે, તો તેની સિસ્ટમ તેને પકડી લે છે.

કંપનીએ એક ઉદાહરણ આપ્યું કે જો કોઈ એકાઉન્ટ 5 મિનિટ પહેલા રજીસ્ટર થાય છે અને 15 સેકન્ડમાં 100 મેસેજ મોકલવાનો પ્રયાસ કરે છે, તો તેને સિસ્ટમ એબ્યુઝની શ્રેણીમાં ગણવામાં આવે છે. સાથે જો કોઈ વ્યક્તિ ડઝનબંધ ગ્રુપ બનાવે છે, તો આ શ્રેણી પણ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news