નવી દિલ્હી: દેશ અત્યારે કોરોના (Coronavirus) ના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. આ દરમિયાન દેશની સૌથી મોટી મોબાઇલ કંપની રિલાયન્સ જિયો (Jio) પોતાના ગ્રાહકો માટે રાહતના સમાચાર લઇને આવી છે. તેના હેઠળ કંપની ગ્રાહકોને દર મહિને 300 મિનિટ આઉટગોઇંગ કોલની સુવિધા આપી રહી છે. તમને જણાવી દઇએ કે આ ઓફર ફક્ત જિયો ફોન કસ્ટમર્સ માટે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપની જિયો ફોન પર બાય વન ગેટ વનની ઓફર પણ લોન્ચ કરી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ જાહેરાત કરતાં કહ્યું કે કંપનીએ JioPhone દરેક ભારતીયને ડિજિટલ જીવન પુરૂ પાડવાના મિશન સાથે લોન્ચ કર્યો હતો. કોવિડ મહામારીના આ અભૂતપૂર્વ સમયમાં, કંપની ઇચ્છે છે કે તેના ગ્રાહકો એકબીજા સાથે જોડાયેલા રહે. આ સ્કીમ ખાસકરીને સમાજના એવા લોકોને ફાયદો પહોંચાડશે જે આ મહામારી દરમિયાન પોતાનો ફોન પણ રિચાર્જ કરાવી શકતા નથી. 


VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


Jio એ મહામારીના સમયમાં બે મોટા પ્લાન શરૂ કર્યા છે. પહેલાં પ્લાનની વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશન સાથે Jio એ તેને રજૂ કર્યો છે. તેના હેઠળ મહામારીના સમયગાળમાં દર મહિને 300 મિનિટ (દરરોજ 10 મિનિટ) આઉટગોઇંગ કોલ પુરા પાડશે. આ પ્લાન ફક્ત JioPhone યૂઝર્સ માટે જ ઉપલબ્ધ થશે. 

WhatsApp નું આ સેટિંગ્સ થઇ શકે છે ખતરનાક, તાત્કાલિક કરો ચેંજ


બીજો પ્લાન પણ JioPhone યૂઝર્સ માટે છે. તેના હેઠળ જો તમે જિયો ફોનને કોઇ પ્લાન સાથે રિચાર્જ કરાવો છો તો તમને એટલી કિંમતનો વધારાનો રિચાર્જ પ્લાન મફતમાં મળશે. ઉદાહરણ તરીકે 75 રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરાવનાર JioPhone ગ્રાહકોને 75 રૂપિયાનો વધારાનો પ્લાન બિલકુલ મફત મળશે. આ ઓફર વાર્ષિક અથવા JioPhone ડિવાઇસ બંડલ પ્લાન પર લાગૂ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube