નવી દિલ્હીઃ Reliance Jio Best Recharge Plans: ટેલીકોમ સેક્ટરની સૌથી દિગ્ગજ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના યૂઝર્સને સુવિધા આપવા માટે સમય-સમય પર સસ્તા અને વધુ બેનિફિટ્સવાળા પ્લાન્સ લઈને આવે છે. કંપની ન માત્ર 23 દિવસ, 28 દિવસ, 1 મહિનો, 3 મહિના અને 6 મહિના માટે સસ્તા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. પરંતુ જિયોની પાસે એક વર્ષની વેલિડિટીવાળા પણ ઘણા પ્રીપેડ પ્લાન (Prepaid Plan) હાજર છે. તેવામાં જો તમે દર મહિને રિચાર્જ કરાવવાની ચિંતામાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. હવે તમારે રિચાર્જની ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને જિયોના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તમારે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો બે એવા પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે, જેની કિંમત 3000 રૂપિયાથી ઓછી છે, પરંતુ આ પ્લાનમાં 365 દિવસથી વધુની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાન 2999 રૂપિયા (Reliance Jio Rs 2999 prepaid pla) અને 2879 રૂપિયા (Jio Rs 2,879 plan) માં આવે છે. આ પ્લાનની સાથે જિયો પોતાના યૂઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપે છે. તેનો અર્થ છે કે આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર તમને કોઈપણ નેટવર્ક પર લોકલ, એસટીડી અને રોમિંગ કોલ ફ્રીમાં કરી શકો છો. એટલું જ નહીં જિયો યૂઝર્સને આ બંને પ્રીપેડ પ્લાન્સમાં કેટલો વધુ ડેટા આપવામાં આવે છે તેનો તો અંદાજ પણ નહીં લગાવી શકો. તો આવો જાણીએ આ બંને પ્લાન વિશે..


આ પણ વાંચોઃ AC કરતા પણ ખતરનાક ઠંડક આપે છે આ કૂલર, ધાબળામાં છૂપાઈને બેસી જવું પડે


જિયોનો 2999 રૂપિયાનો પ્લાન (Jio Rs 2999 prepaid plan)
આ જિયોનો એક વર્ષથી વધુની વેલિડિટીવાળો સૌથી ધાંસૂ અને એકમાત્ર પ્લાન છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. જિયોના આ પ્રીપેડ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મલે છે. જો વેલિડિટી પીરિયડ દરમિયાન મળનાર ટોટલ ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં 912.5 GB ડેટા ઓફર કરવામાં આવે છે. દરરોજની ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને  64kbps રહી જાય છે. તો આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. એટલું જ નહીં જો તમે 5જી ઉપયોગ કરી રહ્યાં છો તો તમને અનલિમિટેડ 5જી ડેટા બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. સાથે આ પ્લાનમાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું એક્સેસ ફ્રીમાં ઓફર કરવામાં આવે છે. 


જિયોનો 2879 રૂપિયાનો પ્લાન (Jio Rs 2,879 plan)
જિયોનો 2879 રૂપિયાનો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને એક વર્ષ માટે દરરોજ 2જીબી એટલે કે વર્ષે કુલ 730 GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં જિયો યૂઝર્સને JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. આ સાથે 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહેલાં યૂઝર્સને ફ્રી અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube