નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે પોકેટ ફ્રેન્ડલી પ્લાન લોન્ચ કરતી રહે છે. સાથે કેટલાક પ્રીપેડ પ્લાન ખરીદવા પર ફ્રીમાં ડેટા યૂઝ કરવા મળે છે. આવો અમે તમને જિયોના એક પ્લાન વિશે જણાવીએ જેમાં ગ્રાહકોને ફ્રી ડેટા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

219 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનની ખાસિયત છે કે 219 રૂપિયામાં યૂઝર્સને દરરોજ 3જીબી ડેટા યૂઝ કરવા મળશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. 14 દિવસમાં ગ્રાહકોને કુલ 42 જીબી ડેટા મળશે. આ સાથે દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની સાથે ગ્રાહકોને 25 રૂપિયાનું વાઉચર પણ મળશે. આ વાઉચરના ઉપયોગથી યૂઝર્સને 2જીબી ડેટા એક્સ્ટ્રા મળશે. 


જાણો પ્લાનના અન્ય લાભ
આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયોસિનેમા, જિયોક્લાઉડ જેવી એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળશે. જિયોટીવી પર યૂઝર્સ દરેક ટીવી પ્રોગ્રામ જોઈ શકાય છે. આ પ્લાનની સાથે તમને જિયોસિનેમાનું પણ સબ્સક્રિપ્શન ફ્રી મળશે. આ સિવાય યૂઝર્સ પોતાના મોબાઈલ પર મૂવી, ટીવી શો, ક્રિકેટ મેચ વગેરે જોઈ શકે છે.


આ પણ વાંચોઃ Jio નો આ પ્લાન એરટેલને આપી રહ્યો છે ટક્કર, માત્ર 269 રૂપિયામાં 42GB ડેટા


રિલાયન્સ જિયોનો 269 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 269 રૂપિયાનો પ્લાન માત્ર 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. એટલે કે તમને કુલ 42 જીબી ડેટા મળશે. 


આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 એસએમએસ મળશે. આ પ્લાનમાં ફ્રી જિયો સાવન પ્રોનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ સિવાય જિયો ક્લાઉડ, જિયોસિનેમા અને જિયોટીવી સહિત જિયો પ્લેટફોર્મ ફ્રી મળે છે.