Jio નો આ પ્લાન એરટેલને આપી રહ્યો છે ટક્કર, માત્ર 269 રૂપિયામાં 42GB ડેટા અને ફ્રી કોલિંગ

દેશમાં રિલાયન્સ જિયો પાસે સૌથી વધુ યૂઝર્સ છે. જ્યારે બીજા નંબર પર એરટેલ છે. આ બંને કંપની યૂઝર્સને આકર્ષવા માટે વિવિધ પ્લાન રજૂ કરતી રહે છે. કેટલાક પ્લાનમાં બંને વચ્ચે ટક્કર પણ જોવા મળતી હોય છે. 

Jio નો આ પ્લાન એરટેલને આપી રહ્યો છે ટક્કર, માત્ર 269 રૂપિયામાં 42GB ડેટા અને ફ્રી કોલિંગ

નવી દિલ્હીઃ Jio-Airtel Recharge Plan: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જિયો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા-નવા પ્લાન રજૂ કરતી રહે છે. જેનાથી યૂઝર્સ કંપની સાથે જોડાયેલા રહે. આ સિવાય બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલ પણ પોતાના ગ્રાહકોનું દિલ જીતવા માટે અનેક વિકલ્પ આપી રહ્યું છે.

આજે અમે તમને એરટેલ અને જિયોના 300 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા બે પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. જે એરટેલ પર ભારે પડી રહ્યો છે. તો આ ખાસ પ્લાનમાં જિયો સાવન પ્રોનું પણ સબ્સક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ...

રિલાયન્સ જિયોનો 269 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 269 રૂપિયાનો પ્લાન માત્ર 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. એટલે કે તમને કુલ 42 જીબી ડેટા મળશે. 

આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 એસએમએસ મળશે. આ પ્લાનમાં ફ્રી જિયો સાવન પ્રોનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ સિવાય જિયો ક્લાઉડ, જિયોસિનેમા અને જિયોટીવી સહિત જિયો પ્લેટફોર્મ ફ્રી મળે છે.

એરટેલનો 265 રૂપિયાવાળો પ્લાન
એરટેલના આ પ્લાનમાં તમને દરરોજ 1જીબી ડેટા મળે છે. આ સાથે તેમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા પણ મળે છે. એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે.

આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. તેમાં ફ્રી હેલો ટ્યૂનની સુવિધા મળે છે. આ સાથે વાઈક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે.

જાણો બંને પ્લાનમાં શું છે તફાવત
જિયો અને એરટેલના પ્લાનમાં તમને વધુ તફાવત જોવા મળતો નથી. જ્યાં જિયો 269 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા મળશે તો એરટેલના પ્લાનમાં 1જીબી ડેટા મળી રહ્યો છે. 

જ્યાં જિયોના પ્લાનમાં તમને કુલ 42 જીબી ડેટા મળી રહ્યો છે. જ્યારે એરટેલના પ્લાનમાં 30 જીબી ડેટા મળી રહ્યો છે. એટલે કે એરટેલ કરતા જિયો વધુ ડેટા આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news