લોકો હજી 5G ની જોઈ રહ્યાં છે રાહ, ત્યાં Jioએ 6G ની તૈયારીઓ શરૂ કરી, 100 ગણી વધારે સ્પીડ હશે
જોકે, કંપનીએ તેના પ્લાનિંગ વિશે વધુ માહિતી આપી નથી. કંપની 6G ટેકનોલોજી માટે ભવિષ્યના વાયરલેસ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પર University of Oulu સાથે કામ કરી રહી છે.
નવી દિલ્હી: Jioએ હજુ સુધી ભારતમાં 5G સેવા શરૂ કરી નથી, પરંતુ 6G પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. Jioની પેટાકંપની એસ્ટોનિયા(Estonia)એ 6G ટેક્નોલોજી પર સંશોધન શરૂ કર્યું છે. Jio એસ્ટોનિયા આ પ્રોજેક્ટ પર University of Oulu સાથે કામ કરી રહી છે.
જોકે, કંપનીએ તેના પ્લાનિંગ વિશે વધુ માહિતી આપી નથી. કંપની 6G ટેકનોલોજી માટે ભવિષ્યના વાયરલેસ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પર University of Oulu સાથે કામ કરી રહી છે.
કંપનીએ જણાવ્યું છે કે આ ભાગીદારી એરિયલ અને સ્પેસ કોમ્યુનિકેશન, હોલોગ્રાફિક બીમફોર્મિંગ, સાયબર સિક્યોરિટી, માઈક્રો-ઈલેક્ટ્રોનિક્સ અને ફોટોનિક્સમાં ઉદ્યોગ અને એકેડેમિયા બંનેમાં 3D કનેક્ટેડ ઈન્ટેલિજન્સનો પ્રચાર કરશે. ઉપરાંત, Jio અને ઓલુ યુનિવર્સિટી કન્ઝ્યુમર ગુડ્સ, ઓટોમોટિવ અને વ્હાઇટ ગુડ્સ સ્પેસમાં 6G ફીચર્સ સાથે પ્રોડક્ટ્સ બનાવવાનો પ્રયાસ કરશે.
આ સિવાય Jio 6Gની અસર મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રીયલ મશીનરી પર પણ પડશે. નામ પરથી સ્પષ્ટ છે કે 6G ટેક્નોલોજી 5G કરતાં વધુ સારી હશે, જે સેલ-ફ્રી MIMO, ઈન્ટેલિજન્સ સર્ફેસ, ઝડપી ગતિ અને સારી કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નેટવર્ક 5G સાથે હાજર રહેશે અને ગ્રાહકો અને એન્ટરપ્રાઈઝની વિશાળ શ્રેણીને આવરી લેશે.
મળશે ગજબની સ્પીડ-
હાલમાં 6Gની સ્પીડ અંગે કોઈ ડેટા નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેની સ્પીડ 5G કરતા 100 ગણી વધુ હશે. સેમસંગનો અંદાજ છે કે તેના નેક્સ્ટ જનરેશન નેટવર્કની સ્પીડ 1000Gbps હશે.
ચીન અને જર્મની જેવા દેશોમાં 6Gનું સંશોધન અને વિકાસ કાર્ય શરૂ થઈ ગયું છે. Oppo માને છે કે 6G નેટવર્ક AI સાથે લોકોની ક્રિયા પ્રતિક્રિયા કરવાની રીતને બદલી નાખશે. જો કે, અમને 2025 પહેલા 6G નેટવર્ક જોવા મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube