Jioનો સૌથી ધમાકેદાર પ્લાન! એક રિચાર્જમાં 84 દિવસ સુધી માણો ડેટા અને અનલીમીટેડ કોલિંગની મજા
Jio Prepaid: Jio તેના ગ્રાહકોને એવા પ્લાન્સ ઓફર કરે છે જેમાં અનલીમીટે઼ડ કૉલિંગનો આનંદ મળે છે, સાથે જ તેમાં મજબૂત ઇન્ટરનેટ સુવિધા પણ મળે છે અને આ પ્લાન્સની કિંમત સૌથી ઓછી હોય છે.
Unlimited Calling for 84 Days: જો કે Jio પ્રીપેડ રિચાર્જમાં ગ્રાહકો માટે ઘણા સારા વિકલ્પો છે, પરંતુ જો તમે આમાંથી બેસ્ટની શોધમાં હોવ, તો તમારે ભટકવું પડશે નહીં. કારણ કે આજે અમે તમારા માટે એક એવો જ પ્લાન લાવ્યા છીએ જે આ તમામ સુવિધાઓ સાથે આવે છે. આ પ્લાનમાં તમને સારી વેલિડિટી મળશે અને સાથે જ અન્ય ઘણા મજબૂત લાભો પણ તેમાં ઓફર કરવામાં આવશે.
અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 719 રૂપિયા છે, જેમાં 84 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પ્લાનનો ઉપયોગ કરીને Jio યુઝર્સ તેમની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટાનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવે છે એટલે કે કુલ 168 જીબી આપવામાં આવે છે. યુઝર્સ અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે જે 84 દિવસ માટે માન્ય રહેશે.
આ સાથે યુઝર્સને દરરોજ 100 SMSનો ઉપયોગ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. આ સિવાય આ પ્લાન હેઠળ Jio TV, Jio Cinema, Jio સિક્યુરિટી અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે. આ પ્લાનની માસિક કિંમત 240 રૂપિયા હશે. જો તમે દર મહિને 200 થી 500 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લઈ રહ્યા છો, તો આ પ્લાન તમારા માટે વધુ સારો સાબિત થઈ શકે છે કારણ કે આમાં તમને લગભગ 3 મહિનાની વેલિડિટી મળે છે, જેને તમે દર મહિને રિચાર્જ કરી શકો છો.
આ પણ વાંચો:
આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ
હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube