નવી દિલ્હીઃ Unlimited Calling for 84 Days: આમ તો જિયો પ્રીપેડ રિચાર્જમાં ગ્રાહકો માટે ઘણા બધા વિકલ્પ હાજર છે પરંતુ જો તમે તેમાંથી સૌથી સારો પ્લાન શોધી રહ્યાં છો જેમાં સારી વેલિડિટીની સાથે જોરદાર બેનિફિટ્સ પણ મળે તો તમારે ભટકવાની જરૂર નહીં પડે કારણ કે આજે અમે તમારા માટે આવો એક પ્લાન લઈને આવ્યા છીએ જેમાં તમને ઘણા બેનિફિટ્સ મળશે. આ પ્લાનમાં તમને સારી વેલિડિટી તો મળશે સાથે તેમાં તમને ઘણા જોરદાર બેનિફિટ્સ પણ મળવાના છે. જો તમને આ પ્લાન વિશે જાણકારી નથી તો તમને અહીં માહિતી મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 719 રૂપિયા છે, જેમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનનો ઉપયોગ કરી જિયો યૂઝર્સ પોતાની દરેક જરૂરીયાતને પૂરી કરી શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં યૂઝર્સને કુલ 168 જીબી ડેટા આપવામાં આવે છે. યૂઝર્સ અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકે છે. અનલિમિટેડ કોલિંગની સુવિધા આ પ્લાનમાં 84 દિવસ માટે વેલિડ રહેશે. 


આ પણ વાંચોઃ 142 રૂપિયાનું રિચાર્જ અને એક વર્ષ માટે ફ્રી કોલિંગ, રિલાયન્સ જિયોનો જોરદાર પ્લાન


સાથે યૂઝર્સને દરરોજ 100 એસએમએસનો ઉપયોગ કરવાની પણ સુવિધા આપવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે. આ પ્લાનની મહિનાની કિંમત 240 રૂપિયા થશે. જો તમે દર મહિને 200થી લઈને 500 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લઈ રહ્યાં છો, જેમાં લગભગ આવા બેનિફિટ્સ આપવામાં આવે છે. તો આ પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ પ્લાનમાં લગભગ ત્રણ મહિનાની વેલિડિટી આપવામાં આવે છે. સાથે તમારે કોલિંગ અને ડેટાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જો તમે આ પ્લાનનો લાભ લેવા ઈચ્છો છો તો તમે જિયો વેબસાઇટ પરથી રિચાર્જ કરાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube