142 રૂપિયાનું રિચાર્જ અને એક વર્ષ માટે ફ્રી કોલિંગ, Jioનો આ પ્લાન બની રહ્યો છે યૂઝર્સની પસંદ
જો તમે પણ દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તમારા માટે રિલાયન્સ જિયો ઘણી શાનદાર રજૂઆત કરે છે. જેમાં ગ્રાહકોને ઓછી કિંમતમાં મોટા-મોટા ફાયદા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)ગ્રાહકોને કોઈને કોઈ ખુશખબર આપતી રહે છે. કંપનીના ઘણા એવા પ્લાન છે, જેણે બધાની લાઇફ સરળ બનાવી દીધી છે. લિસ્ટમાં નાના રિચાર્જથી લઈને એક વર્ષ સુધીની વેલિડિટીવાળા પ્લાન સામેલ છે. તેવામાં કેટલાક લોકો એવા પણ હોય છે, જે દર મહિના, 3 મહિનાના રિચાર્જથી છુટકારો મેળવવા ઈચ્છે છે અને કોઈ લાંબી વેલિડિટીવાળા પ્લાનને શોધી રહ્યાં છે. જિયો યૂઝર્સ માટે આ ઓફર છે. જેમાં તેને ઓછા ખર્ચે એક વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ કરવાની છુટ મળશે.
અહીં અહીં જિયોના 1559 રૂપિયાના પ્લાનની વાત કરી રહ્યાં છીએ. તેને મહિનાની કિંમતના હિસાબથી જોવામાં આવે તો મહિનાનો ખર્ચ માત્ર 142 રૂપિયા છે. એટલે કે જો તમે મહિને માત્ર 142 રૂપિયાનો ખર્ચ કરો તો જિયોની 11 મહિનાની વેલિડિટી મળી જાય છે.
જિયોના આ 1559 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને ડેટા તરીકે 24જીબી ડેટા આપવામાં આવે છે. હાઈ સ્પીડ ડેટા ખતમ થયા બાદ મોબાઇલ ડેટા માટે તમારે ડેટા એડ ઓન રિચાર્જ કરાવવું પડશે. તેમાં તમને ડેટાની કોઈ ડેલી લિમિટ મળતી નથી.
આ પ્લાનમાં લગભગ એક વર્ષ, 336 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ 11 મહિના સુધી જલસા. કોલિંગ માટે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવે છે. આ સિવાય યૂઝર્સને દર મહિને 100 SMSનો ફાયદો પણ મળશે. એટલું જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
200 રૂપિયાના મંથલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
જિયોનો 2399 રૂપિયાનો પ્લાનઃ Reliance Jio ના બીજા વાર્ષિક પ્લાનની વાત કરીએ તો તેની કિંમત 2399 રૂપિયા છે. તેની વેલિડિટી 365 દિવસ એટલે કે એક વર્ષની છે. તેમાં દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને પ્લાનમાં કુલ 730GB ડેટા મળશે.
જો મંથકી રિચાર્જ તરીકે જોઈએ તો તમારે મહિને માત્ર 200 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કોલિંગ તરીકે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે