Jio ના આ રિચાર્જમાં 388 દિવસની વેલિડિટી, દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની મજા
Jio Recharge: આ રિચાર્જ પ્લાનને એકવાર એક્ટિવ કરાવ્યા બાદ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે એક વર્ષ કરતા વધુ સમય સુધી ડેટા અને કોલિંગની મજા લઈ શકો છો.
નવી દિલ્હીઃ Jio Long Validity Recharge: Jio ના રિચાર્જ પ્લાનમાં એક સૌથી મોટી ખાસિયત તે જોવા મળે છે કે દરેક બજેટ રેન્ટ પ્રમાણે કંપની રિચાર્જ પ્લાન તૈયાર કરે છે. તેમાં પણ વેરાયટી જોવા મળે છે કારણ કે તમે જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ પ્લાન પસંદ કરી શકો છો. જો તમે વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો એવા પ્લાન હાજર છે જેમાં જરૂરીયાત કરતા વધુ ઈન્ટરનેટ મળે છે. તો જેને વધુ વેલિડિટી જોઈએ તેવા પ્લાન પણ હાજર છે. પરંતુ 2 મહિના કે 4 મહિનાની વેલિડિટીવાળા પ્લાન કેટલાક લોકોને પસંદ નથી. આવા લોકો માટે કંપની લાંબી વેલિડિટીવાળા પ્લાન ઉપલબ્ધ કરાવે છે. જો તમે પણ 1 વર્ષ કરતા વધુ સમય માટે રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો કંપની પાસે આવો પ્લાન હાજર છે.
જાણો પ્લાનની વિગત
જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 2999 રૂપિયા છે, આ પ્લાનમાં તમને લાંબી વેલિડિટી ઓફર કરવામાં આવે છે. જેથી તમારે દર મહિને રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં 912 જીબી ડેટા આપવામાં આવે છે. એટલું જ નહીં પ્લાનમાં ગ્રાહકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે, જે વીડિયો ડાઉનલોડિંગ અને વીડિયો સ્ટ્રીમિંગમાં ખુબ કામ આવે છે. જો દરરોજ પ્રમાણે જુઓ તો આ પ્લાનમાં 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપી રહી છે.
આ પણ વાંચોઃ BSNL નો સુપર પ્લાન ફક્ત 230 રૂપિયા, 100 SMS સાથે મળશે 13 મહિનાની વેલિડિટી
જો તમને લાગી રહ્યું છે કે આ પ્લાનના ફાયદો અહીં સમાપ્ત થતા નથી. આ પ્લાનની સાથે કંપની તમને 365 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. આ વેલિડિટીમાં ચાર ચાંદ લગાવવા માટે કંપની 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી ઓફર કરી રહી છે. એટલે કે યૂઝર્સને કુલ 388 દિવસની વેલિડિટી મળવાની છે. આ પ્લાનમાં યૂઝર્સને તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube