મહિને માત્ર 240 રૂપિયાના ખર્ચમાં 84 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની મજા
Jio Recharge: Jio નો આ રિચાર્જ પ્લાન ખુબ સસ્તો છે સાથે તેમાં મળનાર બેનિફિટ્સ પણ શાનદાર છે. આ પ્લાન તમને મોંઘા રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો અપાવી શકે છે.
નવી દિલ્હીઃ Jio Offer: Jio ના રિચાર્જ પ્લાન્સમાં તમને ઘણી વેરાયટી જોવા મળે છે. બજેટ ઓછુ હોય કે વધુ કંપનીનો પ્રયાસ રહે છે કે દરેક યૂઝરના ખિસ્સાનો ખ્યાલ રાખવામાં આવે. જો તમે એક પ્રીપેડ ગ્રાહક છો અને તમારે દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો જોઈએ તો આ પ્લાન તમારા માટે બેસ્ટ ડીલ સાબિત થઈ શકે છે. હકીકતમાં આ પ્લાનની વેલિડિટી ખુબ વધુ છે અને તેમાં તમારે દર મહિને રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી. જો તમે આ પ્લાનમાં મળનાર બેનિફિટ્સને જાણવા ઈચ્છો છો તો અમારો આ અહેવાલ વાંચો...
ક્યા બેનિફિટ્સ છે સામેલ
Jio ના આ રિચાર્જ પ્લાનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને 719 રૂપિયા ચુકાવવા પડે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. આ વેલિડિટી તમને દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય છે. જો તમને લાગી રહ્યું છે કે આ પ્લાનમાં માત્ર આટલા બેનિફિટ્સ સામેલ છે તો તેવું નથી, કારણ કે આ રિચાર્જ પ્લાનમાં અન્ય કેટલાક ખાસ લાભ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ હવે IPL મેચમાં ડેટાની કોઈ ચિંતા નહીં, Jio એ લોન્ચ કર્યાં ત્રણ ધાંસૂ ક્રિકેટ પ્લાન
આ રિચાર્જ પ્લાનમાં સારી વેલિડિટી બાદ ગ્રાહકોને અન્ય બેનિફિટ્સ મળે છે, જેમાં દરરોજ 2 જીબી ડેટા 84 દિવસ સુધી આપવામાં આવે છે. આ ડેટાની મદદથી ગ્રાહક પોતાની ઈન્ટરનેટ સંબંધી જરૂરીયાતોને પૂરી કરી શકે છે, જેમાં વીડિયો જોવા, ગેમ ડાઉનલોડ કરવી કે અન્ય કામ સામેલ છે. એટલું જ નહીં ગ્રાહક આ નવા રિચાર્જ પ્લાનની મદદથી દેશના ગમે તે ખુણામાં ફ્રી અનલિમિટેડ કોલ કરી શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ સિવાય આ પ્લાનમાં યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube