હવે IPL મેચમાં ડેટાની કોઈ ચિંતા નહીં, Jio એ લોન્ચ કર્યાં ત્રણ ધાંસૂ ક્રિકેટ પ્લાન, જાણો વિગત

Reliance Jio Cricket Plan: જો તમે ક્રિકેટના ચાહક છો તો તમારે હવે ફોન પર મેચ જોવા માટે ડેટાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રિલાયન્સ જિયોએ ક્રિકેટ પ્લાન રજૂ કર્યાં છે. 
 

હવે IPL મેચમાં ડેટાની કોઈ ચિંતા નહીં, Jio એ લોન્ચ કર્યાં ત્રણ ધાંસૂ ક્રિકેટ પ્લાન, જાણો વિગત

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio)પોતાના ગ્રાહકો માટે એકથી એક શાનદાર પ્લાન લોન્ચ કરે છે અને હવે કંપનીએ ફરી મોટી ભેટ આપવાની તૈયારી કરી છે. કંપનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)શરૂ થતાં પહેલાં ગ્રાહકોને ખુશ કરી દીધા છે. આ ઓફરની સાથે ગ્રાહક કોઈ મુશ્કેલી વગર ક્રિકેટ મેચની મજા માણી શકશે. જિયોની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાય છે કે કંપનીના ત્રણ પ્લાન પર ‘New Cricket Plans’લખેલું છે. 

યૂઝર્સને આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનની સાથે રિચાર્જ કરાવવા પર 150GB સુધીનો ક્રિકેટ એડ-ઓન ખરીદી શકાય છે. કંપનીના પ્લાનની કિંમત 219 રૂપિયા, 399 રૂપિયા અને 999 રૂપિયા છે. ઓફર હેઠળ ગ્રાહકોને દરરોજ ત્રણ જીબી ડેટા મળે છે. 

કંપનીનો સૌથી સસ્તો  3GB ડેટા આપતો પ્લાન 219 રૂપિયાનો છે અને તે 14 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય કંપનીના 399 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તો અંતમાં તેના સૌથી મોંઘા પ્લાનની કિંમત 999 રૂપિયા છે જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. 

999 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 241 રૂપિયાનું ફ્રી વાઉચર પણ આપવામાં આવે છે. આ સિવાય જિયો 399 રૂપિયાના પ્લાનમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 61 રૂપિયાનું ફ્રી વાઉચર ઓફર કરી રહ્યું છે. 219 રૂપિયાના પ્લાનમાં દરરોજ ત્રણ જીબી ડેટાની સાથે 25 રૂપિયાનું ફ્રી વાઉચર આપવામાં આવી રહ્યું છે. 

Jio એ ક્રિકેટ પેકમાં ડેટા એડ ઓન ઓફર પણ રજૂ કરી છે.
કંપનીના ડેટા એડ-ઓનની શરૂઆતી કિંમત 222 રૂપિયા છે, જેમાં 50જીબી ડેટા મળશે. આ સિવાય 444 રૂપિયાવાળા પ્લાનમાં 100જીબી ડેટા અને 667 રૂપિયાના પ્લાનમાં 150 જીબી ડેટાનો ફાયદો આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news