Jio Valentine’s Day offer: જિયોએ પોતાના પ્રીપેઈડ પ્લાન્સ પર નવી વેલેન્ટાઈન ડે ઓફર રજૂ કરી છે. કંપની પ્રીપેઈડ યૂઝર્સને 87GB મોબાઈલ ડેટા, ફ્લાઈટ બુકિંગ પર છૂટ, એક ફ્રી બર્ગર સહિત અનેક ફાયદા કરાવી રહી છે. આ ઓફર કંપનીની ઓફિશિયલ એપ MyJio પર જોઈ શકાય છે. પરંતુ આ ઓફર મર્યાદિત પ્રીપેઈડ પ્લાન્સ સાથે મળે છે. આવો જાણીએ આ કયા પ્લાન છે અને તેમાં શું શું ફાયદા કંપની કરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Valentine’s Day offer 2023
જિયો યૂઝર્સને મર્યાદિત પ્રીપેઈડ પ્લાન સાથે 87GB સુધીનો મોબાઈલ ડેટા ફ્રી મળશે. અત્રે જણાવવાનું કે ટેલિકોમ ઓપરેટર ફક્ત એક જિયો પ્લાન સાથે 87GB ડેટા ફ્રી આપે છે અને કેટલાક પેકમાં ફક્ત 12જીબી ફ્રી ડેટા સામેલ છે. આ ઉપરાંત Ixigo પર 4500 રૂપિયા કે તેથી વધુની ફ્લાઈટ બુકિંગ પર 750 રૂપિયા સુધીની છૂટ મળશે. ફર્ન્સ અને પેટલ્સ એપથી 799 રૂપિયાના મિનિમમ ઓર્ડર પર 150 રૂપિયા સુધીની છૂટ મળશે. 


રિલાયન્સ જિયો યૂઝર્સ જો McDonald’s પર 199 રૂપિયાથી વધુનો ખર્ચ કરશે તો 105 રૂપિયાનો મફત ચિકન કબાબ કે મેકઆલુ ટિક્કી બર્ગરનો દાવો પણ કરી શકો છો. એપને યૂઝ કરીને કૂપનનો ઉપયોગ કરતા આ ઓફર ગ્રેબ કરી શકો છો. તેને મેળવવા માટે તમારે માયજિયો એપ પર જવું પડશે અને 'કૂપન એન્ડ વીન' પર નેવિગેટ કરો. 


Video: રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ, જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા...


પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો


License માટે RTO ના ધક્કા ખાવાનું બંધ, એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના અહીં થશે કામ


આ પ્લાન્સ સાથે મળશે ઘણું બધુ
જિયોની આ ઓફર 249 રૂપિયા, 349, રૂપિયા, 899 રૂપિયા અને 2999 રૂપિયાવાળા પ્રીપેઈડ પ્લાન સાથે મળે છે. 249 રૂપિયાવાળા પ્લાનમાં 2GB ડેઈલી ડેટા મળે છે અને 23 દિવસની વેલિડિટી મળે છે. 349 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2.5GB ડેટા મળે છે અને 30 દિવસની વેલિડિટી મળે છે. 899 રૂપિયાવાળા પ્લાનમાં 2.5GB ડેઈલી ડેટા અને 90 દિવસની વેલિડિટી મળે છે. 2,999 રૂપિયાવાળા પ્લાનમાં 2.5GB ડેઈલી ડેટા મળે છે અને તેમાં 388 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 87GB ફ્રી ડેટા મળે છે. તમામ પ્લાન સાથે અનલિમિટેડ કોલિંગ અને SMS મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube