Driving License માટે RTO ના ધક્કા ખાવાનું કરો બંધ, એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના અહીં થશે તમારું કામ

Online Apply For Driving License: જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અને લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે આરટીઓ ઓફિસ ધક્કા ખાવા પડે છે તો હવે આ ધક્કા ખાવાનું બંધ થઈ જશે. હવે તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં પડે કારણ કે

Driving License માટે RTO ના ધક્કા ખાવાનું કરો બંધ, એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના અહીં થશે તમારું કામ

Online Apply For Driving License: જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અને લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે આરટીઓ ઓફિસ ધક્કા ખાવા પડે છે તો હવે આ ધક્કા ખાવાનું બંધ થઈ જશે. હવે તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં પડે કારણ કે આ કામ Online સરળતાથી થઈ શકે છે. જી હાં અરજી કરવાનું કામ તમે ઘરે બેસીને એકદમ આરામથી કરી શકો છો અને તમારે એક પણ રુપિયો ચુકવવો પડશે નહીં. હકીકતમાં લાયસન્સ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રિયા એટલી સરળ છે કે તમને ખબર પણ નહીં પડે અને તમારું કામ ઘરે બેઠા બેઠા થઈ જશે. 

આ પણ વાંચો: 

ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કેવી રીતે કરવી

- સૌથી પહેલા https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું.
- અહીં રાજ્ય પસંદ કરો અને અપ્લાય ફોર લર્નર્સ લાયસન્સ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે લર્નર ડ્રાઈવિંગ લાયસન્સનું ફોર્મ ભરો. અને અન્ય જરૂરી માહિતી ભરો.
- આધાર કાર્ડ સાથે અરજી પસંદ કરો.
- આધાર ઓથેન્ટિકેશન દ્વારા સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને સબમિટ કરો.
- આધાર કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર એડ કરો.
- જનરેટ OTP પર ક્લિક કરો.
- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP એન્ટર કરો.
- નિયમો અને શરતો સ્વીકારો. અને ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરો.
- લાઇસન્સ ફી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો.
- ઓનલાઈન ટેસ્ટ માટે સમય અને તારીખ પસંદ કરો.
- ઓનલાઈન ટેસ્ટ આપો.
- આ ટેસ્ટ પાસ કરી કન્ફર્મેશન મેળવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news