Jio નો આ પ્લાન Airtel પર ભારી! 23 દિવસની વધુ વેલિડિટી અને ફ્રી 182GB Data
એરટેલના 2999 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે બેસ્ટ સાબિત થઈ રહ્યો છે. આવો જાણીએ બંને પ્લાનના બેનિફિટ્સ.
નવી દિલ્હીઃ જિયો અને એરટેલ તરફથી વાર્ષિક પ્લાન રજૂ કરવામાં આવી રહ્યાં છે. બંને ટેલીકોમ કંપનીઓ 2999 રૂપિયામાં વાર્ષિક પ્લાન રજૂ કરી રહી છે. બંને પ્લાનના બેનિફિટ્સ અલગ છે. તેવામાં તમારા માટે ક્યો પ્લાન બેસ્ટ રહેશે. ક્યા પ્લાનમાં વધુ બેનિફિટ્સની સાથે વેલિડિટી મળે છે. આવો જાણીએ વિસ્તારથી...
જિયો 2999 રૂપિયાવાળો પ્લાન
Jio ના 2999 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે 36 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી ઓફર કરવામાં આવે છે. આ રીતે જિયોના 2999 રૂપિયાવાળા વાર્ષિક પ્લાનમાં કુલ 388 દિવસ એટલે કે આશરે 13 મહિનાની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે પ્લાનમાં કુલ 912.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં 75 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. આ સિવાય યૂઝર્સ અનલિમિટેડ ફ્રી 5G ડેટાની મજા માણી શકે છે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં ફ્રી જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Viral Video: આ યુવકની સુપરફાસ્ટ ટાઈપિંગનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
એરટેલનો 2999 રૂપિયાવાળો પ્લાન
એરટેલના આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ 730 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જિયોની જેમ અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ પ્રીપેડ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જો એડિશનલ બેનિફિટ્સની વાત કરીએ તો Apollo 24|7 Circle બેનિફિટ, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક, ફ્રી હેલો ટ્યૂન અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં ફ્રી અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવે છે.
ક્યો પ્લાન છે બેસ્ટ
જિયોના 2999 રૂપિયાના પ્લાનમાં એરટેલના મુકાબલે આશરે 23 દિવસની વધુ વેલિડિટી આપવામાં આવી રહી છે. સાથે પ્લાનમાં વધુ ડેટા મળી રહ્યો છે. આ સિવાય ઓટીટી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ સૌથી સસ્તા પ્લાનમાં 50GB એક્સ્ટ્રા ડેટા ફ્રી, એક વર્ષ સુધી ઓટીટી સબ્સક્રિપ્શન ફ્રી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube