નવી દિલ્હીઃ દેશની મુખ્ય ટેલીકોમ કંપનીઓ એરટેલ (Airtel), રિલાયન્સ જિયો (Reliance Jio) અને વોડાફોન-આઈડિયા કે વીઆઈ (Vodafone Idea or Vi) એ હાલમાં પોતાના પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં 25 ટકા જેટલો વધારો કર્યો છે. કિંમત વધ્યા બાદ આ કંપનીઓના કેટલાક પ્લાનના બેનિફિટ્સમાં પણ અંતર આવી ગયું છે. આજે અમે તમને ત્રણેય કંપનીઓના તે પ્લાનની માહિતી આપીશું જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો, એરટેલ અને વીઆઈના પ્રીપેડ પ્લાન
આજે અમે જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના તે પ્રીપેડ પ્લાન્સની વાત કરી રહ્યાં છીએ જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે. પરંતુ આ બધી કંપનીઓના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન્સમાં તમને ડેલી ડેટા અને વોયસ કોલિંગનો લાભ મળશે. પરંતુ કેટલાક એડિશનલ લાભમાં તફાવત જોવા મળી શકે છે. 


આ પણ વાંચોઃ Facebookના CEO માર્ક ઝકરબર્ગનો પગાર કેટલો છે? બેઝિક સેલેરી માત્ર 75 રૂપિયા, જાણો તેમની સેલેરી વિશે


Jio નો 250 કરતા ઓછી કિંમતના પ્લાન
જિયોનો એક પ્રીપેડ પ્લાન 149 રૂપિયાનો છે, જેમાં તમને 20 દિવસ માટે દરરોજ 1જીબી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. જો તમે 179 રૂપિયા આપો છો તો આ લાભ તમને 24 દિવસ માટે મળશે અને 209 રૂપિયામાં આ બેનિફિટ્સ તમને 28 દિવસ માટે મળશે. આ સિવાય પણ જિયોના પ્રીપેડ પ્લાન છે જેની કિંમત 250થી ઓછી છે. જેમાં અલગ-અલગ બેનિફિટ્સ આપવામાં આવે છે. 


Airtel ના 250થી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન
એરટેલના 155 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, કુલ 300 એસએમએસ અને ટોટલ 1જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. એરટેલની પાસે 179 રૂપિયાનો પ્લાન છે, જેમાં 28 દિવસ માટે 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસની સુવિધા મળે છે. 


આ પણ વાંચોઃ WhatsApp: વર્ષ 2022માં આવી શકે છે આ અદ્ભુત ફીચર્સ, આજે જ જાણો તેના વિશે...


Vi ના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન
વોડાફોન-આઈડિયાની પાસે 179 રૂપિયાવાળા પ્લાનમાં તમને 28 દિવસ માટે 300 એસએમએસ, અનલિમિટેડ કોલિંગ અને બે જીબી ડેટા મળે છે. વીઆઈના 199 રૂપિયાના પ્લાનમાં તમને 18 દિવસ માટે દરરોજ 1જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube