JioCinema Premium Subscription Plan: Jio એ એક નવો પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે. નવા પ્લાનમાં યુઝર્સને ખૂબ જ એક્સક્લુસિવ કન્ટેન્ટ જોવા મળશે. આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફીફા વર્લ્ડ કપ, આઈપીએલ 2023 જેવી ઘણી મોટી ઈવેન્ટ્સ અને વિક્રમ વેધા જેવી મૂવીઝ ફ્રીમાં જોવાની તક આપી રહ્યાં છે. આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે આમાં સબસ્ક્રાઈબર્સને ફ્રીમાં ઘણું બધું જોવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:


આ ટેમ્પરેચર પર સેટ કરી આખો દિવસ ચલાવશો AC તો પણ લાઈટનું બીલ આવશે એકદમ ઓછું


આ AI Photo Editor Apps મચાવી રહી છે ધૂમ, સામાન્ય ફોટોને બનાવે છે Extraordinary


 


કેવી રીતે જોઈ શકશો ફ્રી કન્ટેન્ટ?


JioCinemaનું નવું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન યૂઝર્સને એક્સક્લુસિવ કન્ટેન્ટ જોવાની તક આપે છે. આ પ્લેટફોર્મ પર તમે HBO સ્ટુડિયો, તેના લોકપ્રિય શો જેવા કે House of the Dragon, Succession અને The Last of Us જેવા શો જોઈ શકો છો. આ ઉપરાંત, Jio સિનેમા તેની પ્રીમિયમ લાઇબ્રેરીમાં આગામી દિવસોમાં થ્રિલિંગ સામગ્રી ઉમેરી શકે છે. તમે આ JioCinema એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. જો તમે JioCinema Premium subscription લેવા ઈચ્છો છો, તો તેના માટે સૌથી પહેલા Jio Cinemaની વેબસાઈટ પર જાઓ અને સબસ્ક્રાઈબ ઓપ્શન પર ક્લિક કરો. આ સબ્સ્ક્રિપ્શનનો વાર્ષિક પ્લાન કોઈપણ ડિવાઈસમાં રૂ. 999 છે, જેમાં Jio હાઈક્વોલિટી વીડિયો અને ઑડિયો આપવામાં આવે છે. 


 


શું છે ખાસિયતો?


આ સિવાય તમે આ એપમાં 4 ડિવાઈસમાં લોગીન કરી શકો છો. આનો અર્થ એ છે કે તમે તમારા એકાઉન્ટની વિગતો તમારા પરિવાર અથવા મિત્રો સાથે શેર કરી શકો છો. હાલમાં, પ્લેટફોર્મ પર ફક્ત વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન જ ઉપલબ્ધ છે, પરંતુ Jio Cinema ટૂંક સમયમાં સસ્તો માસિક પ્લાન લાવશે.
 


આ પણ વાંચો:


આ Stove પર ગેસ અને વિજળી વિના બનશે રસોઈ, દર મહિને થશે 1100 રૂપિયાની બચત


આ તારીખે ભારતમાં લોન્ચ થશે Lava Agni 2, ઓછા ખર્ચમાં કરો પ્રીમિયમ ફોનનો અનુભવ
 


JioCinema પર શું જોઈ શકો છો


JioCinema ના Premiun Subscription પ્લાનમાં, વપરાશકર્તાઓને HBO શો જોવાની તક મળશે. આ પ્લેટફોર્મ પર The Last of Us, House of the Dragon, Chernobyl, White House Plumbers, White Lotus, Mare of Easttown, Winning Time, Barry, Succession, Big Little Lies, Westworld, Silicon Valley, True Detective, Newsroom, Game of Thrones, Entourage, Curb Your Enthusiasm અને Perry Mason જેવા સૌથી લોકપ્રિય શો ઉપલબ્ધ છે.  સબ્સ્ક્રાઇબર્સ કોઈપણ ડિવાઈસ પર હાઈ ક્વોલિટીવાળા વિડિયો-ઑડિયોમાં આ શો જોઈ શકે છે.


 


આ પ્લેટફોર્મ્સ સાથે કાંટે કી ટક્કર


વર્ષની શરૂઆતમાં Reliance JioCinema એ Warner Bros સાથે કરાર કર્યો છે. આ ઈન્ડસ્ટ્રીઝમાં પહેલાંથી  Netflix, Amazon Prime Video અને Disney Hotstar જેવા મોટા ખેલાડીઓ છે, જે બજારમાં યુઝર્સને આ સુવિધાઓ આપી કરી રહ્યા છે.