આ તારીખે ભારતમાં લોન્ચ થશે Lava Agni 2, ખિસ્સાને પરવડે તેવા ભાવમાં કરો પ્રીમિયમ ફોનનો અનુભવ

Lava Agni 2: લાવા કંપનીનો આ એવો સ્માર્ટફોન છે જે સસ્તો હશે પરંતુ લોકોને પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ કરાવશે. જો તમે પણ હવે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

આ તારીખે ભારતમાં લોન્ચ થશે Lava Agni 2, ખિસ્સાને પરવડે તેવા ભાવમાં કરો પ્રીમિયમ ફોનનો અનુભવ

Lava Agni 2: ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lava ના નવા સ્માર્ટફોન Lava Agni 2 ના લોન્ચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્માર્ટફોનના ચાહકોની આતુરતાનો અંત હવે આવવા જઈ રહ્યો છે. આ સ્માર્ટફોન ભારતીય બજારમાં 16 મે 2023ના રોજ બપોરે 12 કલાકે લોન્ચ થશે. લાવા કંપનીનો આ એવો સ્માર્ટફોન છે જે સસ્તો હશે પરંતુ લોકોને પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ કરાવશે. જો તમે પણ હવે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. તો ચાલો તમને સૌથી પહેલા જણાવીએ તેના ફીચર્સ અને તેની કિંમત વિશે. 

આ પણ વાંચો:

Lava Agni 2 સ્માર્ટફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો યુઝર્સને આ સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલનું ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળશે. જેનાથી ફોટોગ્રાફીનો અનુભવ બદલી જશે. કારણ કે આ કેમેરા સેટઅપ ખૂબ જ ખાસ હશે. આ ક્વોડ કેમેરા સેટઅપ સ્માર્ટફોનની ડિઝાઇનને વધુ સ્ટાઇલિશ બનાવે છે. સાથે જ તે પ્રીમિયમ ફોનની ફીલ પણ કરાવે છે. કેમેરા સેટઅપની સાથે LED ફ્લેશ પણ આપવામાં આવશે જે નાઇટ ફોટોગ્રાફીને વધુ સારી બનાવશે.

Lava Agni 2 એક ફીચર લોડેડ સ્ટાઇલિશ સ્માર્ટફોન છે જે લોકોના ખિસ્સાને પરવળે તેવો છે. આ ફોન ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર વધારે બોજ નહીં નાખે. આ ફીચર લોડેડ સ્ટાઈલિશ સ્માર્ટફોનની કિંમત લગભગ 20 હજાર રૂપિયા જેટલી હોઈ શકે છે, જો કે તેની સાચી જાણકારી લોન્ચ થયા પછી જ સામે આવશે. 

Lava Agni 2ની અન્ય ખાસિયતોની વાત કરીએ તો તેમાં લોકોને ડબલ રીઈન્ફોર્સ્ડ પ્રીમિયમ ગ્લાસ બૈક ડિઝાઈન આપવામાં આવશે જે લોકોને નેક્સ્ટ લેવલ પરફોર્મન્સ આપશે. તેની સાથે મીડિયાટેક ડાયમેંસિટી 7050 SoC પ્રોસેસર આપવામાં આવશે. આ પ્રોસેસર આપનાર આ દેશનો પહેલો સ્માર્ટફોન હશે. સાથે જ તેમાં કર્વ્ડ Amoled ડિસ્પ્લે સાથે 120hz નું રિફ્રેશ રેટ પણ આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news