નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) એ સસ્તામાં ટેરિફ પ્લાન લોંચ કર્યા બાદ વધુ એક પ્રોડક્ટ વ્યાજબી ભાવે લોંચ કરી છે. હવે કંપનીએ ભારતીય બજારમાં JioFi લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. તેના હેઠળ કંપનીએ JioFi 4G LTE હોટસ્પોટ ડિવાઇસને લોંચ કર્યું છે. તેની કિંમત 999 રૂપિયા છે. જિયોએ નવા મોડલને JioFi JMR815 નામ આપ્યું છે. જો તમે તેને ખરીદવા ઇચ્છતા હોવ તો એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકો છો. કંપની તેની સાથે એક વર્ષની વોરંટી આપી રહી છે. તેની ડાઉનલોડ સ્પીડ 150Mbps અને અપલોડ સ્પીડ 50Mbps છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોએ પોતાના આ ડિવાઇસને 'ડિઝાઇન્ડ ઇન ઇન્ડીયા' ટેગલાઇન આપી છે. નવા JioFi મોડલને ગોળાકાર ડિઝાઇનવાળું બનાવ્યું છે. પહેલાં જીયોફાઇને અંડાકાર આકારમાં લાવવામાં આવ્યું હતું. તેમાં પાવર ઓન/ઓફ અને WPS (વાઇ-ફાઇ પ્રોટેક્ટડ સેટઅપ) જેવા ફિજિકલ બટન આપ્યા છે. તેમાં બેટરી, 4G અને Wi-Fi સિગ્નલ માટે નોટિફિકેશન લાઇટ આપવામાં આવી છે.


ખુશખબરી: JIO એ વધારી આ ઓફરની તારીખ, ફાયદો જાણીને અચંબામાં પડી જશો!


તેના વડે એકસાથે 32 યૂજર્સ કનેક્ટ થઇ શકે છે. તેમાં 31 વાઇ-ફાઇના માધ્યમથી અને 1 યૂએસબીના માધ્યમથી કનેક્ટ કરી શકો છો. કનેક્ટ થયા બાદ સ્માર્ટફોન્સ પર Jio 4G વોઇસ એપના માધ્યમથી HD વોઇસ અને વીડિયો કોલ્સ કરી શકાશે. આ ઉપરાંત ALT3800 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને આ FDD-Band 3, Band 5 અને TDD-Band 40 ને સપોર્ટ કરે છે. તેમાં JioFi કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. તેની સ્ટોરેજને 64GB સુધી એક્સપેંડ કરી શકાશે. 


JioFi में 3000mAh ની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેને એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ આ સાડા ત્રણ કલાક સુધી ચાલે છે. ઓરિજનલ JioFi ને 2300mAh ની બેટરી સાથે લોંચ કરવામાં આવ્યું હતું. જોકે આ જિયોની વેબસાઇટ (Jio.com) પર સ્થાન આપવામાં આવ્યું નથી.