જીયોનો હોલી ધમાકો! 2 હજારથી ઓછામાં મળી રહ્યો છે JioPhone Next, EMI પણ છે ઉપલબ્ધ
જો યૂઝર કંપનીની ઇએમઆઇ સ્કીમ માટે જવા માંગે છે તો જિયોફોન નેક્સ્ટને 1,999 રૂપિયા ખરીદી શકાય છે. જોકે તેમાં 501 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચાર્જ પણ સામેલ થશે. જેથી એડવાન્સ ચૂકવણી 2500 રૂપિયા થઇ જશે. ત્યારબાદ યૂઝર્સ પાસે જિયોના ઇએમઆઇ પ્લાનને ચાલુ રાખવા માટે ઘણા વિકલ્પ હશે.
નવી દિલ્હી: JioPhone Next નવેમ્બર 2021 માં Reliance Jio દ્વારા લોન્ચ કરવામાં આવેલો એક વ્યાજબી 4G સ્માર્ટફોન છે. તેની કિંમત 5,000 રૂપિયાથી ઓછી હોવાનું અનુમાન હતું. જોકે આમ ન થતાં બજાર માટે એક મોટી નિરાશા હતી. ડિવાઇસને 6,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું, અને યૂઝર પુરા પૈસા આપીને તેને ખરીદી શકે છે અથવા તો તેને કંપનીની અનોખી ઇએમઆઇ પ્લાનમાં ખરીદી કરી શકે છે. આ પ્રકારે તમે JioPhone Next ને માત્ર 1999 રૂપિયામાં ખરીદી શકશો.
JioPhone Next નેક્સ્ટને 1,999 રૂપિયા કેવી રીતે ખરીદશો
જો યૂઝર કંપનીની ઇએમઆઇ સ્કીમ માટે જવા માંગે છે તો જિયોફોન નેક્સ્ટને 1,999 રૂપિયા ખરીદી શકાય છે. જોકે તેમાં 501 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચાર્જ પણ સામેલ થશે. જેથી એડવાન્સ ચૂકવણી 2500 રૂપિયા થઇ જશે. ત્યારબાદ યૂઝર્સ પાસે જિયોના ઇએમઆઇ પ્લાનને ચાલુ રાખવા માટે ઘણા વિકલ્પ હશે. કંપની દ્વારા ચાર પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. a) ઓલવેજ- ઓન પ્લાન b) લાર્જ પ્લાન c) XL પ્લાન અને d) XXL પ્લાન.
બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો
શું છે ઓલવેજ-ઓન પ્લાન અને લાર્જ પ્લાનમાં?
ઓલવેજ-ઓન પ્લાન સાથે યૂઝર્સને દર મહિને 18 મહિના (350 રૂપિયા દર મહિને) અથવા 24 મહિના (300 રૂપિયા દર મહિને) સુધી 5GB + 100 મિનિટ વોઇસ કોલિંગની સુવિધા મળશે. લાર્જ યૂઝર્સને 1.5GB ડેલી ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગની ઓફર કરશે, અને આ 18 મહિના અને 24 મહિના માટે 500 રૂપિયા/ મહિના અને 450 રૂપિયા/ મહિના માટે પણ ઉપલબ્ધ હશે.
શું છે XL અને XXL પ્લાનમાં?
જો તમે વધુ ડેલી ડેટા ઇચ્છો છો, તો તમે ટેલ્કો દ્વારા રજૂ કરવામાં આવેલા XL અને XXL પ્લાન સાથે જઇ શકો છો. XL પ્લાનની સાથે યૂઝર્સને 2GB ડેલી ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 500 રૂપિયા/ પ્રતિમાહ (24 મહિના)અથવા 550 રૂપિયા મહિને (18 મહિના) માં મળશે.
અંતમાં XXL યોજના સાથે યૂઝર્સને 550 રૂપિયા દર મહિને (24 મહિને) અથવા 600 રૂપિયા પ્રતિ મહિને (18 મહિના) માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 2.5 GB ડેલી ડેટાની ઓફર કરવામાં આવશે. આ તમામ પ્લાન કંપની દ્વારા JioPhone Next સાથે ડિવાઇસનો કુલ પડતર કિંમત મોંઘી થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube