નવી દિલ્હીઃ સસ્તો 4G સ્માર્ટફોન  JioPhone Next આવવાથી ફીચર ફોનથી સ્માર્ટફોન માઇગ્રેશનને ગતિ મળવાની આશા છે. સાથે વર્ષ 2021માં ભારતમાં ઓવરઓલ સ્માર્ટફોન શિપમેન્ટ વધવાની આશા છે. એક બિઝનેસ ન્યૂઝે આ વાત કાઉન્ટરપ્વાઇન્ટ રિસર્ચ ઈન્ડિયાના હેન્ડસેટ ક્વાર્ટરલી આઉટલુકના હવાલાથી લખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી હોઈ શકે છે જીયો ફોન નેક્સ્ટની કિંમત
ટિપ્સ્ટર યોગેશના એક ટ્વીટ અનુસાર JioPhone Next ની કિંમત 3499 રૂપિયા હોઈ શકે છે અને ભારતમાં તેનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા બે વર્ષમાં આ પ્રાઇઝ પોઈન્ટ પર કોઈ મોટી ગતિવિધિ જોવા મળી નથી. જો આશા પ્રમાણે તે કામ કરે છે તો આપણે ઈન્ડિયન માર્કેટને હાઈપર-ગ્રોથ પીરિયડમાં એન્ટ્રી કરતું જોઈ શકીશું. હાલ ભારતમાં 32 કરોડ ફીચર ફોન યૂઝરનો ઇન્સ્ટોલ્ડ બેસ છે. 


આ પણ વાંચોઃ Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે 21GB ડેટા અને ફ્રી કોલિંગ


Google અને Jio ની બધી એપ્લિકેશન સપોર્ટ કરશે ફોન
રિપોર્ટ પ્રમાણે  JioPhone Next 4G સ્માર્ટફોન 1440X720 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવશે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમનું એન્ટ્રી લેવલ 215 પ્રોસેસર હશે. ફોન 2 જીબી રેમ અને એન્ડ્રોયડ 11 Go Edition ની સાથે આવી શકે છે. જીયો ફોન નેક્સ્ટ ગૂગલ અને જીયોની તમામ એપ્લિકેશનને સપોર્ટ કરશે. જીયોએ પોતાની 44મી વાર્ષિક સામાન્ય સભા  (AGM) માં આ ફોનની જાહેરાત કરી હતી. આ ફોનમાં 5.5 ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. સાથે ફોનમાં  2,500mAh ની બેટરી મળી શકે છે. 


રિપોર્ટ પ્રમાણે વર્ષ 2021માં ભારતનું સ્માર્ટફોન શિપમેન્ટ 173 મિલિયન યુનિટ્સના રેકોર્ડ હાઈ પર પહોંચી જશે. રિપોર્ટનું કહેવું છે કે 2021ના બીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોન શિપમેન્ટ 100 મિલિયનથી વધુ પહોંચવાની આશા છે. ટોટલ શિપમેન્ટમાં 5જી ડિવાઇસની ભાગીદારી 19 ટકા હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube