Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે 21GB ડેટા અને ફ્રી કોલિંગ


રિલાયન્સ જીયોના 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જીયોના આ પ્લાનમાં દરરોજ યૂઝર્સને  1.5GB ડેટા મળે છે.

Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે 21GB ડેટા અને ફ્રી કોલિંગ

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) ની પાસે અનેક શાનદાર રિચાર્જ પ્લાન છે. જીયોએ પાછલા દિવસોમાં પોતાનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ રિલાયન્સ જીયોનો 98 રૂપિયાવાળો પ્લાન છે. જીયોના આ પ્લાનના દરરોજ પૂરતા ડેટાની સાથે અનેક ફાયદા આપવામાં આવી રહ્યાં છે. તો આવો જાણીએ રિલાયન્સ જીયોના 98 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને ક્યા-ક્યા ફાયદા મળે છે. 

98 રૂપિયાના પ્લાનમાં 21 જીબી ડેટા અને 14 દિવસની વેલિડિટી
રિલાયન્સ જીયોના 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જીયોના આ પ્લાનમાં દરરોજ યૂઝર્સને  1.5GB ડેટા મળે છે. એટલે કે જીયો ગ્રાહકોને 21જીબી હાઈસ્પીડ ડેટા આપે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ 64Kbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળતો રહે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. સાથે પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જીયોનો 149 રૂપિયાનો પ્લાન, દરરોજ 1જીબી ડેટા
રિલાયન્સ જીયો પાસે વધુ એક સસ્તો પ્લાન છે. જીયોના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા આપવામાં આવે છે. જીયોના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news