AC Settings: ઉનાળાના દિવસોમાં એસી ની જરૂરિયાત વધી જાય છે. મોટાભાગના ઘરમાં બપોરના સમયે અને રાતના સમયે એસી ચલાવવામાં આવે છે. એસી ચલાવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં રૂમ અને ઘર ઠંડુ થઈ જાય છે જેના કારણે ગરમીથી રાહત મળે છે. ઉનાળા દરમિયાન ગરમી એટલી વધારે હોય છે કે આખો દિવસ એસીમાં રહેવાની ઈચ્છા થાય. પરંતુ એસી આખો દિવસ એસી ચલાવવાથી બિલમાં જે વધારો થાય છે તેના કારણે લોકો એસી ચલાવવાનું ટાળે છે. ઉનાળાના દિવસોમાં એસી ઠંડક તો આપે છે પરંતુ સાથે જ જ્યારે બિલ આવે છે તો મંથની બજેટ બગાડી દે છે. પરંતુ જો તમે એસીની ઠંડકમાં રહેવા પણ માંગો છો અને બિલ પણ ઓછું આવે તેવી ઈચ્છા છે તો આજે તમને એક સેટિંગ વિશે જણાવીએ. તમારા એસીમાં જો તમે આ રીતે સેટિંગ કરી દેશો તો આખો દિવસ એસી ચલાવ્યા પછી પણ તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ AI Photo Editor Apps મચાવી રહી છે ધૂમ, સામાન્ય ફોટોને બનાવે છે Extraordinary


આ તારીખે ભારતમાં લોન્ચ થશે Lava Agni 2, ઓછા ખર્ચમાં કરો પ્રીમિયમ ફોનનો અનુભવ


Elon Musk ની વધુ એક જાહેરાત, હવે Twitter પર મળશે વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા


સામાન્ય રીતે લોકો એસી ચલાવે ત્યારે તેનું તાપમાન ન્યુનતમ સેટ કરે છે જેથી ઝડપથી રૂમ ઠંડો થઈ જાય. પરંતુ આમ કરવાથી ઇલેક્ટ્રિસિટી નું બિલ પણ વધારે આવે છે કારણ કે એસીને ઓછા તાપમાન પર સેટ કરશો તો ઝડપથી કૂલિંગ માટે એસી વીજળીનો ઉપયોગ પણ વધારે કરશે. જો તમે આવું કરવા ઇચ્છતા નથી તો સૌથી પહેલા એક કામ કરવાનું છે. જો તમે તમારા એસીને આ ટેમ્પરેચર પર સેટ રાખી અને ચાલુ કરશો તો લાઇટનું બિલ ઓછું આવશે.


જો તમને કોઈપણ પ્રકારની ઉતાવળ ન હોય અને રૂમ ધીરે ધીરે ઠંડો થાય તેમ ચાલે એમ હોય તો એસી ને 24 થી લઇ 28 ડિગ્રી વચ્ચે સેટ કરવું. આ તાપમાન ઉપર સેટ કરી તમે એસી ચાલુ રાખશો તો વીજળીનું બિલ ઓછું આવશે. આમ કરવાથી રૂમ ઠંડુ થવામાં દસ મિનિટ જેટલો સમય લાગશે પરંતુ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ પહેલા કરતા ઓછો થઈ જશે. એટલે કે આ તાપમાન ઉપર જો તમે કલાકો સુધી એસી ચલાવશો તો પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ઓછો થશે અને બિલ ઓછું આવશે.