2023 Kia Seltos Facelift: કાર ઉત્પાદક કિયા ઇન્ડિયાએ તાજેતરમાં તેની સેલ્ટોસ એસયુવીનું ફેસલિફ્ટ વર્ઝન રજૂ કર્યું હતું, જેના માટે 14 જુલાઈથી બુકિંગ શરૂ થયું હતું. કિઆ સેલ્ટોસના ફેસલિફ્ટેડ વર્ઝનને બુકિંગ ઓપનિંગના પહેલા જ દિવસે રેકોર્ડ બુકિંગ મળ્યું છે. પ્રથમ દિવસે, કિયાને સેલ્ટોસ માટે 13,424 પ્રી-ઓર્ડર મળ્યા છે. તેમાંથી 1,973 કાર K-કોડ દ્વારા બુક કરવામાં આવી છે. કિયા ઈન્ડિયાએ શનિવારે આ માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિયા ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ (13,424 બુકિંગ)માંથી 1,973 બુકિંગ K-કોડ દ્વારા કરવામાં આવ્યા છે. Tae-Jin Park, MD અને CEO, Kia India, જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે નવી સેલ્ટોસ મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં નવી જાન ફૂંકી દેશે અને ખુબ આગળ વધશે.''



નોંધપાત્ર રીતે, જૂના મોડલની તુલનામાં નવા Kia Seltos ફેસલિફ્ટમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તેને વધુ એડવાન્સ અને હાઇટેક બનાવવામાં આવ્યું છે. પેનોરેમિક સનરૂફ હવે નવા Kia Seltos ફેસલિફ્ટમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં, તેમાં લેવલ-2 ADAS આપવામાં આવ્યું છે, જેમાં 17 ફીચર્સ છે. 


એન્જિનના કુલ ત્રણ વિકલ્પો છે - 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (115bhp/144Nm), 1.5L ડીઝલ એન્જિન (115bhp/253Nm) અને નવું 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન (160bhp/253Nm). તેમાં 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ ઓટોમેટિક, 6-સ્પીડ iMT, IVT અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે.


આ પણ વાંચો:
માત્ર 3 દિવસમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે ધૂળ ચટાડી, આ ખેલાડીઓએ દેખાડ્યો દમ
શનિ દેવને કરવા હોય ઝડપથી પ્રસન્ન તો શનિવારે પહેરો આ રંગના કપડા, શુભ રહેશે શનિવાર

આગામી 7 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube