Automatic Car: કાર ખરીદવાનું વિચારતા લોકો માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે ઓટોમેટિક કાર ખરીદવી કે મેન્યુઅલ... આ વાતને લઈ મોટાભાગના લોકો કંફ્યૂઝ હોય છે. જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય તો આજે તમને જણાવીએ ઓટોમેટિક કારના 3 ફાયદા અને 3 નુકસાન વિશે. આ બંને બાબતો વિશે જાણી તમે સરળતાથી કઈ કાર ખરીદવી તે નક્કી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Royal Enfieldની સસ્તી બાઇક Hunter 350 થઈ મોંઘી! ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત


14 જૂન સુધીનો છે સમય... જલદી કરી લેજો આ કામ નહીં તો પછી ચુકવવા પડશે રૂપિયા


Twitter: ટ્વીટર પરથી ધડાધડ ફિલ્મો ડાઉનલોડ કરવા લાગ્યા લોકો, અનેક ફિલ્મો થઈ અપલોડ


ઓટોમેટિક કારના ફાયદા


- મેન્યુઅલ કારની સરખામણીમાં ઓટોમેટિક કારનો ઉપયોગ સરળ હોય છે. તેને ચલાવવામાં ડ્રાઈવર ઈનપુટ ઓછા લાગે છે. કારણ કે વારંવાર ગિયર બદલવાની જરૂર પડતી નથી.


- મેન્યુઅલ કારની સરખામણીમાં ઓટોમેટિક ટ્રાંસમિશન સ્મૂધ હોય છે. તેમાં ગિયર સરળતાથી શિફ્ટ થાય છે અને જર્ક પણ આવતા નથી.


- ઓટોમેટિક કારમાં ડ્રાઈવરે ગિયરની ચિંતા કરવી પડતી નથી તેથી તે સતત સ્ટીયરિંગ પર કંટ્રોલ રાખી શકે છે અને તેના કારણે સેફ્ટી વધી જાય છે. 


ઓટોમેટિક કારના નુકસાન


- મેન્યુઅલ કાર કરતાં ઓટોમેટિક કાર મોંઘી હોય છે. ઓટોમેટિક ટ્રાંસમિશન ખરાબ થાય તો તેને રીપેર કરવામાં ખર્ચ પણ વધારે થાય છે. 


- ઓટોમેટિક કારમાં ડ્રાઈવરનો કંટ્રોલ એક્સીલેરેશન પર ઓછો હોય છે. કારણ કે અહીં કાર જાતે ગિયર શિફ્ટ કરે છે જે કેટલીક વખત પરેશાની કરાવે છે. 


- ઓટોમેટિક ટ્રાંસમિશન સારું રિસ્પોન્સ નથી આપતું જેટલું મેન્યુઅલમાં આપે છે. જો કે ટેકનોલોજીના વધતા ઉપયોગના કારણે તેમાં પણ સુધારો થઈ રહ્યો છે.